રાજકોટના આસામીને ખેડૂત પ્રમાણપત્ર આપવાની અપીલ નામંજુર કરતા કલેકટર : આટકોટમાં 1967માં તમામ જમીન વેચી નાખતા ગુમાવ્યો દરજ્જો
રાજકોટ જિલ્લાના આટકોટના મોટા બારખલીદાર એવા રાજકોટના આસામીએ પડધરી તાલુકાના નારણકા ગામે ખેતીની જમીન ખરીદ કર્યા બાદ આ જમીનનો બક્ષિસ દસ્તાવેજ કરી આપી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા અરજી કરતા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા વર્ષ 1967થી 1972 દરમિયાન ખેડૂત હોવાના પુરાવા રજૂ નહીં કરી શકતા અરજદારને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવાની અરજી દફ્તરે કરી દીધા બાદ આ કેસમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરતા જિલ્લા કલેકટરે પણ ખાતેદાર પ્રમાણપત્ર આપવાની અપીલ ના મંજુર કરી હતી.

આ કેસની વિગત જોઈએ તો રાજકોટના વિષ્ણુભાઈ હરિશંકરભાઈ ભરાડ નામના આસામીએ પડધરી તાલુકાના નારણકા ગામે આવેલ જુના રેવન્યુ સર્વે નંબર 75 પૈકી 2 અને નવા રેવન્યુ સર્વે નંબર 48ની જમીન બક્ષિસ દસ્તાવેજ કરી આપતા ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી પાસે વર્ષ 2020માં અરજી કરતા રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ વર્ષ 2022માં અરજદાર વર્ષ 1968થી 1972 સુધી ખાતેદાર હોવાના પુરાવા રજૂ નહીં કરી શકતા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટેની અરજી દફ્તરે કરી દીધી હતી. જેની સામે અરજદાર વિષ્ણુભાઈ ભરાડે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરી હતી.
આ પણ વાંચો :ફટાકડા હવાઈ જશે! સૌરાષ્ટ્રમાં ચાર દિવસ માવઠાની આગાહી : અમરેલી, ભાવનગર સહિત આ જિલ્લાઓમ ઝાપટા વરસવાની શક્યતા
ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર વિષ્ણુભાઈ ભરાડે જિલ્લા કલેકટર સમક્ષ વર્ષ 1951થી આટકોટ ખાતે મોટા ખાતેદાર તરીકે જમીન ધરાવતા હોવાનું અને બાદમાં આટકોટની જમીનનું વેચાણ કરી નાની લખાવડ ગામે વર્ષ 1972માં જમીન ખરીદી કરી હોવાની દલીલ કરી હતી. જો કે, આટકોટની તમામ જમીન 1967માં વેચાણ કર્યા બાદ 1968થી 1972 દરમિયાન અરજદાર ખાતેદાર હોવાના પુરાવા રજૂ નહીં કરી શકતા જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
આ પણ વાંચો :ભારે કરી! પ્લેન રિપેર કરનારો એન્જિનિયર બન્યો તસ્કર, લોકો માથું ખંજવાળવા માટે મજબૂર બની જાય તેવો ચર્ચાસ્પદ કિસ્સો
ઉલ્લેખનીય છે કે, અરજદાર દ્વારા પડધરીના નારણકા ગામે જમીન ખરીદી ત્યારે પણ વર્ષ 1983માં જમીન ખરીદીમાં તત્કાલીન આસિસ્ટન્ટ કલેકટર મોરબી દ્વારા નોંધ રીવીઝનમાં લઈ 1993માં આ નોંધ રદ કરવામાં આવી હતી અને 1994માં બિનતકરારી પ્રમાણિત થઇ હોવાની અને જિલ્લા કલેકટર દ્બારા બિનખેડૂત મુદ્દે 2008માં તેમની ફેવરમાં ચુકાદો આપ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી. જો કે, આમ છતાં જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે 1968થી 1972ના ચાર વર્ષ દરમિયાન અરજદાર ખાતેદાર હોવાના પ્રમાણભૂત પુરાવા રજૂ નહીં કરી શકતા મહત્વનો ચુકાદો આપી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવાની અરજી રિજેક્ટ કરી હતી.
