CM ભૂપેન્દ્ર પટેલે 11 તાલુકાઓને વિકાસશીલ જાહેર કર્યા, વર્ષે 3 કરોડની ગ્રાન્ટ મળશે
ગુજરાતના સતત વિકાસને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 11 નવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
નવા જાહેર કરાયેલા તાલુકાઓને વર્ષમાં કુલ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિકાસ કામો માટે આપવામાં આવશે, જે સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને સેવા પ્રદાનમાં મદદરૂપ થશે.
નવા 11 વિકાસશીલ તાલુકાઓમાં છોટાઉદેપુરનું કદવાલ, તાપીનું ઉકાઈ, દાહોદનું ગોવિંદ ગુરુ લીમડી અને સુખસર, નર્મદાનું ચીકદા, વાવ થરાદનું રાહ અને ધરણીધર, બનાસકાંઠાનું ઓગડ અને હડાદ, મહીસાગરનું ગોધર અને વલસાડનું નાનાપોંઢા શામેલ છે.
આ પગલાંથી રાજ્યના દુર્ગમ અને પ્રગતિશીલ વિસ્તારનો વિકાસ ઝડપી રીતે શક્ય બનશે અને સ્થાનિક લોકો માટે નવી સુવિધાઓ ખૂલી શકે છે.
