Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

સીનસપાટા મોંઘા પડ્યા : રીલ્સ બનાવવાની ઘેલછામાં કેનાલમાં કાર સાથે 3 યુવાન ડૂબ્યાં, 2ના મૃતદેહ મળ્યા ; એકની શોધખોળ  

Thu, March 6 2025

હાલ લોકોમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં વધારો થતો જાય છે. જીવના જોખમે પણ લોકો રીલ્સ બનાવે છે પરંતુ અમુક વાર તે ક્ષણ લોકો માટે છેલ્લી ક્ષણ બની જાય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં પ્રકાશમાં આવી છે. અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબકતાં 3 યુવાનો ડૂબ્યાં હતા. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કેનાલમાં યુવાનોની શોધખોળ હાથ ધરતા બેના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એકની શોધખોળ યથાવત છે.

છેલ્લા 13 કલાકથી શોધખોળ યથાવત્…

છેલ્લા 13 કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે. માહિતી અનુસાર યક્ષ  અને નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવામાં આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ કાર 3500 રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે.

વાંચો સમગ્ર ઘટના

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને ત યુદય વયાંતા (ન્યુ વાસણા), ધુ્રવ સોલંકી ( વેજલપુર) સાથે સાથે વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યા હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ ( પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા ( આંબાવાડી), યશ  સોંલકી ( આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને  થોડે દુર  ગયા બાદ યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ પણ કારમાં  બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા નહોતી આવડતી અને તેણે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.

આ સમયે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાખીને તમામને બહાર આવવા માટે કહ્યું હતું પરતુ, ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલ  તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સાથેસાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ મળી આવ્યું નહોતું. બીજી તરફ પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

આ અંગે સ્થાનિક કોર્પોરેટર મેહુલ શાહે જણાવ્યું કે પાણીમાં કાર ખાબકવાની ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને પહેલા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી હતી.  ફાયરબ્રિગેડની સાથે કેનાલ વચ્ચે આવતા ગામોમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી તમામની ભાળ મેળવી શકાય.

Share Article

Other Articles

Previous

VIDEO : લંડનમાં એસ.જયશંકર પર હુમલાનો પ્રયાસ, વિદેશમંત્રીની ગાડી સામે ભારતનો ત્રિરંગો ફાડ્યો

Next

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગોઝારો અકસ્માત : પુરપાર ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

આજે અમદાવાદમાં IPLનો ક્વોલિફાયર-૧ મુકાબલો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ચુંટણી પાંચ સામે ઈન્ડિયા ગઠબંધન હવે શું કરવા જઈ રહ્યું છે ?
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
શું તમે પુરતી ઊંઘ કરો છો ?? જાણો ઊંઘ આપણા શરીર માટે શા માટે મહત્વપૂર્ણ છે ?
લાઇફસ્ટાઇલ
10 મહિના પહેલા
અમદાવાદમાં લુખ્ખાઓના ઘર પર ફરી વળ્યું બુલડોઝર : લોકો પર તલવારો-લાકડીઓથી હુમલો કરનારના મકાન પર હથોડો ચાલ્યો
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર