મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ આજે શુક્રવારે સવારે 11 : 30 વાગ્યે જાહેર થઈ જવાની છે ત્યારે ગુરૂવારે આખો દિવસ આખા ગુજરાતની નજર ગાંધીનગર ઉપર મંડાયેલી રહી હતી. ત્યારે હવે નવા મંત્રી મંડળની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે રાજકોટના એક પણ ધરસભ્યોનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો નથી. આ પહેલાના મંત્રીમંડળમાં માત્ર ભાનુબેન બાબરિયાનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો જે રાજકોટના હતા ત્યારે આ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 3 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા મંત્રીમંડળમાં મહિલાઓને પ્રાધાન્ય
ગત ટર્મમાં માત્ર એક મંત્રી ભાનુબેન બાબરીયા હતા તેમને પડતા મુકાયા, ત્રણ મહિલાઓનો સમાવેશ, અમદાવાદ અસારવાના દર્શનાબેન વાઘેલા સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા અને વડોદરાના મનીષાબેન વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મનીષા વકીલ:
મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે. મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં
રીવા બા જાડેજા :
રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.
દર્શના વાઘેલા:
દર્શના વાઘેલા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા.તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.
આ પણ વાંચો :મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ
જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત
સૌરાષ્ટ્રનું વજન વધ્યું, જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત છે. અન્ય છ નવા ચહેરા મોરબીના કાંતિ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાંજા, અમરેલીના કૌશિક વેકરીયા, ભાવનગરના જીતુ વાઘાણીને સ્થાન મળ્યું
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું છે.
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધશે. કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન હતો.
સરકાર દ્વારા ગુરૂવારે સવારે 8:28 વાગ્યે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શુક્રવારે સવારે 11 : 30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે.
શપથ સમારોહમાં 10,000 લોકો રહેશે હાજરઃ મેનુ પણ જાહેર
આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત નવા મંત્રીમંડળમાં દસ હજાર જેટલા લોકો હાજર રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શપથ સમારોહની તૈયારીની સમીક્ષા કરવા માટે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના પહોંચી ગયા હતા અને તેમણે જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત શપથ સમારોહનું મેનુ પણ સામે આવ્યું હતું જેમાં તમામ વાનગી ગુજરાતી રાખવામાં આવી હતી.
