કાશ્મીર ટુરિઝમને વેગ આપવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આજે અમદાવાદમાં: રાજયનાં ટ્રાવેલ ઓપરેટરોને મળશે
પહેલગામની ઘટના બાદ જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમને ત્રાસવાદનું ગ્રહણ લાગી ગયું હોય તેમ ટુરિસ્ટોની સંખ્યા ઘટી ગઈ છે.કાશ્મીરની જન્નતની જેમ ફરી ટુરિઝમ સેકટરને વેગ મળે એ માટે જમ્મુ-કાશ્મીર સરકારનાં ટુરિઝમ વિભાગે કાશ્મીર ચલો અભિયાન શરૂ કર્યો છે જે અંતર્ગત આજે અમદાવાદમાં રાજ્યના ટ્રાવેલ ઓપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આજે રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના ટ્રાવેલ ઓપરેટર સાથે મીટીંગ કરશે.

આજે સાંજે હોટલ હયાત રેજન્સી ખાતે જમ્મુ કાશ્મીર ટુરીઝમ દ્વારા કાશ્મીરના પ્રવાસે ફરીથી પ્રવાસીઓને લાવી શકાય તે માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે જેમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાજરી આપશે.આ મિટિંગ ટાફીનાં ચેરમેન જે રાજકોટનાં જાણીતા ટ્રાવેલ ઓપરેટર દિલીપ મસરાણી તેમજ 25થી વધુ સભ્યો હાજર રહેવાના છે.
આ પણ વાંચો : આજે શીતળા સાતમથી શ્રાવણનાં તહેવારોનો પ્રારંભ : મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે શ્રીફળ-ચૂંદડી ચડાવી કરી પૂજા

દિલીપ મસરાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં કાશ્મીર સરકારે ગુજરાતના ટુર ઓપરેટરોને કાશ્મીર બોલાવીને ટુરિસ્ટોને સલામતને આપવા માટે ખાતરી આપી હતી, પહેલગામમાં આંતકવાદી હુમલાની ઘટના બાદ પ્રવાસીઓએ કાશ્મીર તરફથી મોઢું ફેરવી લેતાં ત્યાંની સ્થાનિક રોજગારી અને વેપાર ધંધાને પણ ફટકો પડયો છે.આજની આ મિટિંગમાં ટેગનાં પ્રમુખ મુંજાલ ફિટર,આઈએટીઓનાં સંકેત શાહ,ટાઈનાં પ્રશાંત મદલાણી, ટાફીનાં દિલીપ મસરાણી, જીટીએએનાં સંકેત શાહ,પીંકલ શાહ સહિત ગુજરાતનાં અલગ અલગ ટ્રાવેલ ઓપરેટરો હાજરી આપશે.