મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલના સુશાસનને આજે બે વર્ષ પૂરા
મૃદુભાષી મુખ્યમંત્રીએ જનકલ્યાણ, લોકહિત અને સર્વસ્પર્શી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો દ્વારા ગુજરાતનું ગૌરવ વધાર્યું
મૃદુ અને મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ને બુધવારના રોજ પોતાના કાર્યકાળનાં બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જનકલ્યાણ, લોકહિત અને સર્વસ્પર્શી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આ બે વર્ષનાં સફળ કાર્યકાળ દરમિયાન કર્યા છે. તેમણે સુશાસનનાં બે વર્ષ પુરા કર્યા તે નિમિત્તે તેમના ઉપર શુભેચ્છા વરસી રહી છે.
અહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આવા લોકહિતલક્ષી નિર્ણયોની માહિતી આપવામાં આવી છે.
સુશાસન
- જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઇ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે (પ્રમુખ, મેયર, સરપંચ) ર૭ ટકા અનામત રહેશે. – બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં રાજ્ય સરકારે ૨.૧૧.૬૦ કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ.
– સતત બીજા વર્ષે નવા કરવેરા વિનાનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ
રાજયમાં જી-૨૦ બેઠકોનું આયોજન
ગાંધીનગરમાં જી-૨૦ એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું થયું આયોજન થયું.
- G20 અંતર્ગત ૩જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાયી જેમાં GIFT સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું.
શિક્ષણ વિભાગ
- શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. ૨૭ જિલ્લાઓની ૨૭,૩૬૮ પ્રાથમિક શાળાઓની ૪૬,૬૦૦ થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. ૯ લાખ ૭૭ હજાર ભુલકાઓનો આગણવાડી પ્રવેશ- ધોરણ-૧ માં ૨.૩૦ લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો – સાયબર-ક્રાઇમ, સાયબર-ક્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ કેન્દ્રની સ્થાપના માટે ૩.૬ કરોડની જોગવાઈ.
કૃષિ વિભાગ
રાજ્યના ખેડૂતોને મળ્યું સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય.
- ૧૦૦ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા ૩. ૪૧૭ કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવાનો નિર્ણય. ખેડૂતોને મળશે ઝીરો
ટકાએ લોન – ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે
આરોગ્ય વિભાગ
- PMJAY-મા યોજના અંતર્ગત તા.૧૧ જુલાઈથી રાજ્યના નાગરિકોને ૩. ૫ લાખની મળતી સહાય વધારીને રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય વીમા કવચની શરૂઆત.
યુવાઓને પ્રોત્સાહન
- આગામી ૨ વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ ૧૦ હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન
- રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે ૧૦,૩૩૮ જેટલી લોક સંવર્ગની ભરતી, ૩૨૫ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી
અને ૧,૨૮૭ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી ૮,૦૦૦ ભરતીનું આયોજન – ગુજરાતના યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ ગીફ્ટ સિટીમાં સ્થપાશે. બ્રાન્ચ કેમ્પસ
ગૃહ વિભાગ
- મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે.
- માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને ‘અસ્મિતા’ જાળવી શકાય તે માટે ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ કરજિયાત કરતો કાયદો બનાવ્યો.
- સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (ST)ની રચના કરાઇ
ગરીબ કલ્યાણ
- અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન તથા વિમા જેવી નાણાંકિય યોજનાના લાભ સરળતાથી મળી રહે તે માટે ૭ લાખથી વધુ શ્રમિકોને ઈ-શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યાં.
- ૭ લાખથી વધુ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૫ રૂપિયામાં ભોજન.
ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ
શહેરી વિકાસને વેગ મળે અને નાગરિકોને સુખાકારી આપવા રાજ્યમાં ૨૫ જેટલી નવી ટી.પી.સ્કીમો મંજૂર કરવામાં આવી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટનુંનિર્માણ
- મોરબી શહેર અને આસપાસના વિસ્તારોના ઔધોગિક ક્લસ્ટરોમાં આંતરિક રસ્તાઓના વિકાસ માટે રૂપિયા ૩૭૨,૪૫,૧૮,૩૦૦ (ત્રણસો બોત્તેર કરોડ પિસ્તાલીસ લાખ) ની સૈદ્ધાંતિક મંજૂરી આપી.
પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે
- દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યાત્રાધામ કોરીડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પ – ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ ના આયોજન માટે પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ વચ્ચે MoU થયા. ઍવોર્ડ
- એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ-૨૦૨૩ અનુસારઃ રોજગારવાચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ