મોદી સરકારના બજેટને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવકાર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ પ્રસ્તુત કરેલા 2024 -25 ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણ નો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25 ના બજેટ ને વિકસિત ભારતના પથને કંડારતું અને સર્વગ્રાહી બજેટ ગણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં યુવાનો માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી આગામી 2047 સુધીમાં ભારત યુવાશક્તિ સાથે ઉભરી આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાગી વિકાસને વેગ આપતું બજેટ ગણાવ્યું છે.
