ભાભી દિયરના સંબંધને લાંછન લગાવતો કિસ્સો: પ્રેમ સંબંધમાં પથ્થરના ઘા ઝીંકી ભાભીનું ઢીમ ઢાળી દીધું
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અનૈતિક પ્રેમ પ્રકરણમાં મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું. લાલપુર તાલુકાના ઝાંખર ગામે દિયર-ભાભી વચ્ચેના પ્રેમ સબંધનો કરૂણ અંત આવ્યો છે. દિયર,ભાભી વચ્ચે પ્રેમ સબંધ હોવાની પરિજનોને જાણ થઈ હતી. જે મામલે પરિવારની સમજાવટથી ભાભીએ પ્રેમ સંબંધનો અંત આણવાની વાત કરી હતી અને દિયરનું કહેવું ન માનતા હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ મામલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાની કલમ હેઠળ આરોપી સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી આદરી છે.
આ ચકચારી પ્રકરણની મેઘપર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મૂળ કચ્છના માંડવી તાલુકાના રાજણા ટેકરી ગામના વતની અને હાલમાં લાલપુર તાલુકાના ઝાંખર ગામના સોસાયટી વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહ જેઠવાના મકાનમાં રહેતાં બળવંતસિંહ પ્રેમસંગજી સોઢાના નાના ભાઈ આરોપી વિજયસિંહ પ્રેમસિંહ સોઢાને તેના ભાભી રીનાબા સાથે અગાઉ પ્રેમ સબંધ હતો.
બળવંતસિંહને જાણ થતા તેમણે પોતાની પત્નીને આ બાબતે સમજાવતા રીનાબા માની ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા જૂનાગઢ રહેતા હતા. પરંતુ પત્નીને આડા સંબંધ હોવાથી પહેલા તેઓ જૂનાગઢ છોડી લાલપુર તાલુકાના ઝાંખર ગામે રહેવા આવ્યા હતા. મૃતકના પતિના કહેવા પ્રમાણે તે પોતાના દીયર અને આરોપી વિજયસિંહ સોઢાથી દૂર રહેતા હતા. આ પરણીતા પોતાના દિયરનું કશું કહ્યું માનતા ન હતા અને એમનું કહ્યું કરતા ન હતા આથી, ફરિયાદીનો નાનો ભાઈ-આરોપી પોતાના ભાભી પ્રત્યે ખાર રાખતો થયો હતો. તે દરમિયાન આરોપીએ પોતાના 30 વર્ષના ભાભી રીનાબા પર પથ્થર વડે હુમલો કર્યો, મોઢા પર તથા કપાળમાં ઈજાઓ પહોંચાડી અને આ ઈજાઓને કારણે રીનાબાનું મૃત્યુ થયું છે. જેને પગલે બનવા હત્યામાં પલટાયો છે
જે અંગે ગત મોડી રાત્રે બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા ઉ. વ 36 એ પોતાના જ નાના ભાઈ વિજયસિંહ સોઢા વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. વિજયસિંહ પર આરોપ એ છે કે, તેણે પોતાના ભાભી એટલે કે ફરિયાદીના પત્નીની હત્યા નિપજાવી છે. જે મામલે હાલ મેઘપર પોલીસના પીઆઈ પી.ટી. જયસ્વાલ સહિતનો સ્ટાફ આરોપી સુધી પહોચવામાં જહેમતશિલ છે.
