બેધ્યાનપણું ? હજુ સરકારી બંગલો પર તો રાજકોટના જૂના S.P.નો જ સિક્કો !
તાજેતરમાં રાજ્યના SPકેડરના 105 પોલીસ ઓફિસરોની થયેલી બદલીઓમાં રાજકોટ રૂરલના SP પણ બદલાયા હતા. સૂરતથી તબદીલ થયેલા IPS સરકારી નિવાસ (બંગલો) રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર છે.

એસ.પી.નો બંગલો પણ ત્યાં જ છે. SPબદલાયા પરંતુ SPના સરકારી આવાસ પર હજી પૂર્વ SPહિમકરસિંહનો જ સિક્કો (નેઇમ પ્લેટ) છે. કોઇ પસાર થાય અને નેઇમ પ્લેટ પર નજર પડે તો આશ્ચર્યમાં પડે જ કે હાલના રૂરલ SP હિમકરસિંહ કે વિજયસિંહ ?

નેઇમ બંગલો પરના સ્ટાફને અને જેઓની ફરજ છે તેઓને કદાચ હજી નવા SPની નેઈમ પ્લેટ લગાવવાનું ધ્યાન પર નહીં આવ્યું હોય, બંગલોના બંને દરવાજા પર હિમકરસિંહ IPS પોલીસ અધિક્ષકની જ પ્લેટ છે. ભલે શરતચૂક કે બેધ્યાન પણું ? પરંતુ હવે વહેલી તકે નેઈમ પ્લેટ ચેંજ થાય તો ત્યાંથી પસાર થનારા વ્યકિતઓને પણ ખ્યાલ આવે કે નવા SPતરીકે વિજયસિંહ ગુર્જર આવ્યા છે.
વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા IPS અધિકારીઓના બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી કરવામાં આવી હોય તેમના સ્થાને સુરત ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરને પોસ્ટીંગ અપાયું છે. ત્યારે ગુરુવારે 21 ઓગસ્ટના રોજ રાજકોટ જિલ્લાના 35માં એસપી તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની બાબતે ચર્ચા કરી હતી.