લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે
રાજકોટ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા 2025-26નો ટેક્ષનો લક્ષ્યાંક તો પૂર્ણ થાય કે નહીં તે નિશ્ચિત નથી પરંતુ જેટલુ નજીક પહોંચી શકાય કે હાલમાં વ્યાજ માફીની પણ યોજના અમલી છે તો આવક 1 વધવાની પણ આશા હોવાથી માર્ચ માસ દરમિયાન મહાપાલિકા દ્વારા શનિ, રવિ જાહેર રજાના દિવસોમાં પણ ટેક્ષ સ્વીકારવાનું વસુલીનું કાર્ય ચાલુ રહેશે.
આ પણ વાંચો: ધીમો વિકાસ, આંતરિક ખટપટ: RMCના શાસકોના 5 વર્ષ પૂર્ણ: ખાધુ, પીધુ અને રાજ કર્યું! વિકાસની ઝડપમાં સરખામણીમાં રાજકોટ સાવ ધીમુ
મિલક્તવેરા અને પાણી વેરા પર વ્યાજ માફી સ્કીમ અમલમાં વેરા ભરવા માટે નાગરિકોના ધસારાને તેમજ ઉનાળાની ઋતુને સવારના સમયે વેરો ભરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવી છે.તા. 12/03/2026 થી તા. 25/03/2026 સુધી તમામ દિવસોમાં, જેમાં બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની જાહેર રજાઓમાં પણ શહેરની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર અને તમામ ઝોનલ કચેરીઓ ખાતે મિલક્તવેરા અને પાણી વેરાની વસુલાત સવારે 9.30 કલાકથી આવશે.જયારે તા. 26/03/2026 થી તા. 31/03/2026 સુધીમાં વેરાની વસુલાત સવારે 9.30 કલાકથી સાંજે 6.10 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. તેમ વેરા વસુલાત વિભાગની યાદીમાં જણાવાયું છે.
