- ખાનગી એજન્સીએ સરકારના આદેશ બાદ એડવાન્સ તો ઠીક 13 તારીખ વીતવા છતાં પગાર ન ચૂકવ્યા
રાજકોટ : રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં તેમજ જુદી-જુદી તાલુકા મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરને કોન્ટ્રાકટર એજન્સીએ દિવાળીએ એડવાન્સમાં પગાર ન ચૂકવી દિવાળી બગાડી નાખ્યા બાદ દેવ દિવાળી જવા છતાં હજુ સુધી પગાર ન ચુકવતા કોમ્પ્યુટર ઓપરેટરોમાં દેકારો બોલી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી હેઠળ આવતા જિલ્લા પુરવઠા વિભાગની તમામ ઝોનલ કચેરી અને તાલુકા મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગ હસ્તક બબ્બે કોમ્પ્યુટર કોન્ટ્રાકટ બેઈક કામગીરી કરી રહ્યા છે જેઓને લગત એજન્સી દ્વારા લાંબા સમયથી સમયસર પગાર ચુકવવામાં ન આવતો હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં દિવાળીના તહેવાર ઉપર કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને એડવાન્સમાં પગાર ચૂકવવા સરકારે આદેશ કરવા છતાં પુરવઠા હસ્તકના કોમ્પ્યુટર ઓપરેટરોને એજન્સી દ્વારા દિવાળીએ પગાર ચુકવ્યો ન હતો સાથે જ 13 નવેમ્બર અને દેવદિવાળી વીતવા છતાં હજુ પગાર ન ચુકવવાંમાં આવતા નાના પગારદાર કોપ્મ્યુટર ઓપરેટરોની હાલત દયનિય બની હોવાનું સામે આવ્યું છે.