શ્રાવણ મહિનામાં રાજકોટના મવડી,મોરબી રોડને ગોંડલમાં તેજી-તેજી : સ્ટેમ્પડયુટી-નોંધણી ફીની રૂ.64 કરોડની આવક
રાજકોટ શહેર -જિલ્લામાં રિયલ એસ્ટેટમાં મંદીની વાતો વચ્ચે પણ ઓગસ્ટ એટલે કે, શ્રાવણ માસમાં જિલ્લામાં કુલ 11,252 દસ્તાવેજની નોંધણી થઇ છે. રાજકોટ શહેરમાં મોરબી રોડ અને મવડીમાં તેમજ જિલ્લામાં ગોંડલમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી થઇ હોવાના આંકડા સામે આવ્યા છે. ઓગસ્ટ માસમાં સરકારની તિજોરીમાં રાજકોટમાંથી રૂપિયા 64 કરોડ 99 લાખ 94 હજાર 214 ઠાલવાયા છે.

આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
રાજકોટ નોંધણી સર નિરીક્ષકની કચેરીના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ શહેર – જિલ્લામાં ઓગસ્ટ માસ દરમિયાન જમીન, મકાન, દુકાન, ઓફિસ, મોર્ગેજ, લગ્ન વિચ્છેદ, ભાગીદારી ડીડ સહિતના કુલ 11,252 દસ્તાવેજની નોંધણી થઇ હતી. જેમાં સૌથી વધુ દસ્તાવેજ નોંધણી રાજકોટના મોરબી રોડ ઝોનમાં 1590 તેમજ મવડી ઝોનમાં 1590 દસ્તાવેજની નોંધણી થઇ હતી. રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી ગોંડલ સબરજિસ્ટ્રાર કચેરીમાં 1015 અને લોધીકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 728 દસ્તાવેજની નોંધણી થઇ હતી.નોંધનીય છે કે, રાજ્ય સરકારને ઓગસ્ટ મહિનામાં 558451457 સ્ટેમ્પ ડયુટીની રૂ.55,84,51,457 અને નોંધણી ફીની આવક રૂ. 9,15,42,757 મળી કુલ 64,99,94,214ની આવક થઈ હતી.
