ધો.9 થી 12 માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિષય માટેનું માળખું જાહેર
ધોરણ-9માં 10 વિષય, ધોરણ-10માં 7 વિષય પસંદ કરવાના રહેશે: બોર્ડ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોને નવ સ્ટ્રક્ચર મોકલી આપ્યું
ધોરણ 9 થી 12 માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિષયો માટેનું માળખું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 માટે સાત વિષય અને ધોરણ 9 અને 10માં સાયન્સ માટે પાંચ વિષય નક્કી કરાયા છે. ધોરણ નવમાં નક્કી કરાયેલા વિષયોમાં ભાષાના મુખ્ય ચાર વિષયો છે. ધોરણ 10 માં ત્રણ ભાષા વિદ્યાર્થીઓને પસંદ કરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના વિષયનું માળખું તૈયાર કરી રાજ્યની તમામ સ્કૂલોમાં મોકલી આપવામાં આવ્યું છે. નવું આ સ્ટ્રક્ચર તમામ સ્કૂલોને ફરજિયાત અમલમાં મુકવાની રહેશે.
ધોરણ નવ માટે ના વિષય માળખામાં 10 વિષય ફરજિયાત કરાયા છે જેમાં ગ્રુપ વનમાં પ્રથમ ભાષા વિષય રહેશે. જે માધ્યમની શાળા હોય તેમાં ભાષાને પ્રાધાન્ય આપવાનું રહેશે. ધોરણ 10 માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ગણિતમાંથી અને મુક બધીર વિદ્યાર્થીઓને ભાષામાંથી મુક્તિ મળશે.