બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
આગામી 26 ફેબ્રુઆરી થી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે તે પૂર્વે બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અસરકારક નિર્ણયો સાથે પગલાં લેવામાં આવ્યા છે જેમાં સીસીટીવી અને વિદ્યાર્થીઓ સામે જ પ્રશ્નપત્રના કવર ખોલવામાં આવશે.ધો.10-12 ની બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તા.26 ફેબ્રુઆરી થી 18 માર્ચ સુધી પરીક્ષા લેવાશે,ધો.10 માં કુલ 9,07,175.ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,10,286 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ મળી કુલ 15.27 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, પ્રશ્નપત્રના પેકેટ સીસીટીવી કેમેરાની નજર હેઠળ અને બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં ખોલવામાં આવશે.જો પરીક્ષા દરમિયાન પેપરની સુરક્ષા બાબતે પ્રિન્સિપાલ કે કોઈ શિક્ષક લાપરવાહી દાખવશે તો તેની સામે સ્થિતિ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર સુધી ડિજિટલ વોચ નજર રાખશે અને ગાડીના લાઈવ ફોટા બોર્ડને મોકલવા માટે સૂચના આપવામાં આવી છે
આ પણ વાંચો:“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
પરીક્ષાને લઈને મુંઝાવ છો તો અહીં મળશે મદદ:આજથી હેલ્પલાઈન 18002335500 શરૂ
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ટોલ ફ્રી હેલ્પલાઇન શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આજથી તારીખ 12 ફેબ્રુઆરી થી શરૂ કરી તારીખ 18 માર્ચ દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ હેલ્પલાઇનનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર છે 18002335500
