રાજકોટમાં એક શાળાનાં 3 શિક્ષકોને BLO ની જવાબદારી: બીજા સત્રમાં વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર
રાજકોટ શહેરની એક શાળામાંથી ત્રણથી વધુ શિક્ષકોને BLOની કામગીરી આપવામાં આવતા બીજા સત્રની શરૂઆત સાથે બાળકોને અભ્યાસ અટકી રહ્યો છે, જેને લઈને શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ રહી છે.
BLOની કામગીરી શિક્ષકો એક મહિના સુધી અન્ય કામગીરી ન કરવાના હોવાથી જ સરકારી શાળામાં ચાલતા શિક્ષણમાં ગંભીર અસર પડે છે. તાજેતરમાં દિવાળી વેકેશન પૂરું થયું અને નવું સત્ર શરૂ થયું છે ત્યારે બીજા સત્રમાં અભ્યાસને અસર પહોંચી હોવાની ફરિયાદો ઉભી થઈ છે. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યો હતો કે જે શિક્ષકએ ત્રણ વર્ષ સુધી BLOની કામગીરી કરી હોય તેમને ફરીથી આ કામગીરી સોંપવી નહિ.
આ પણ વાંચો :અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
શિક્ષકો દ્વારા લેખિત રજૂઆત કરીને તેમને શાળાના સમય દરમિયાન એસઆઇઆરની કામગીરી માંથી મુક્તિ આપવા માટે માંગણી કરે છે બ્લોક સુપરવાઇઝરને પણ રજા ના દિવસે કામગીરી સોંપવા અથવા વધારાનો સમય ફાળવવા માટે જણાવ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષકોને સોંપવામાં આવેલી બુથ લેવલ ઓફિસરની કામગીરીથી નારાજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને લેખિતમાં રજૂઆત કરી આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે માગણી ઉઠાવી છે.
ક્યાંથી ભણશે બાળકો..?
એક તરફ શિક્ષકોની સંખ્યા સરકારી શાળાઓમાં ઓછી છે અને બીજી તરફ સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવતી હોવાથી કઈ રીતે બાળકોને શિક્ષણની ગુણવત્તા સુધરે તેવો ગંભીર પ્રશ્ન શિક્ષકોએ ઉઠાવ્યો છે.ખેલમહાકુંભ સાથે ગણિત,વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ સાથે સરદાર પટેલની પદયાત્રા સહિત કાર્યક્રમ વચ્ચે BLO ની જવાબદારી,આથી આ સર્વેમાંથી મુક્ત કરવા જોઈએ.
