સુરતમાં ભાજપના મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગુજાર્યુ દુષ્કર્મ : બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાં વોર્ડ નં.8ના જહાંગીરપુરાના ભાજપના મહામંત્રી આદિત્ય દેવેન્દ્રભાઈ ભોલા ઉપાધ્યાય (ઉ.વ.24)એ મિત્ર ગૌરવ રણવિજયસિંઘ (ઉ.વ.24) સાથે મળી 23 વર્ષીય યુવતીને કેફી પીણું પાઇને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસર ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા કૃત્ય બદલ ભાજપમાંથી આરોપી આદિત્યની હકાલપટ્ટી કરી દેવાઈ છે. જે બાદ આજરોજ પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતીને ડુમ્મસ વિસ્તારમાં ફરવા જવાના બહાને બોલાવી હતી. ફેન્ટા કોલ્ડ્રીંક્સમાં કોઇ નશીલો કે ઘેની પ્રવાહી પદાર્થ મીક્ષ કરીને યુવતીને પીવડાવી દીધું હતું. ત્યારબાદ જહાંગૌરપુરા વિસ્તારની એક હોટલમાં યુવતીને લઇ ગયા હતાં જ્યાં બંનેએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
સુરતમાં વોર્ડ નં.8ના જહાંગીરપુરાના ભાજપના મહામંત્રી આદિત્ય દેવેન્દ્રભાઈ ભોલા ઉપાધ્યાય (ઉ.વ.24)એ મિત્ર ગૌરવ રણવિજયસિંઘ (ઉ.વ.24) સાથે મળી 23 વર્ષીય યુવતીને કેફી પીણું પાઇને દુષ્કર્મ ગુજાર્યાના આરોપસર યુવતી પર દુષ્કર્મ કરીને યુવતીને કારમાં તેના ઘર નજીક છોડીને નીકળી ગયા હતાં. યુવતી સંપુર્ણ સભાન અવસ્થામાં આવતા તેના પર બંને શખસોએ દુષ્કર્મ કર્યાના આરોપસર બંને વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરાઈ છે. ભાજપ દ્વારા વોર્ડ નં.8ના મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી નાખ્યો હોવાનું જાણવા મળે છે. ઘટનાએ સુરત તેમજ રાજકીય ગલીયારામાં ભારે ચર્ચા જગાવી છે. અગાઉ પણ સુરતમાંથી ભાજપ સાથે સંકળાયેલો ઈસમ ડ્રગ્સના આરોપમાં પકડાયો હતો. જે તે સમયે એ વ્યક્તિના ભાજપના અગ્રણીઓ સાથેના ફોટાઓ વાયરલ થયા હતાં. દુષ્કર્મના આરોપમાં પકાયેલા આરોપી સાથે પણ કેટલાક આગેવાનોના ફોટા વાયરલ થયા છે. આગેવાનો કાર્યકર્તાઓની ઈચ્છાથી સહજ ભાવે ફોટા પડાવતા હોય છે. કાર્યકર્તાઓ આવુ કૃત્ય કરે ત્યારે વીના કારણે અગ્રણીઓ પર પણ વિરોધીઓ, વિપક્ષને છાંટા ઉડાડવાનો મોકો મળી જતો હોય છે.