સતાધારી પક્ષના ઉમેદવારને કડવો અનુભવ : સંબિત પાત્રાના મતદાન કેન્દ્રનું EVM ખોરવાયું
ઓડિશાની પૂરી બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાબિત પાત્રાને પણ શનિવારે ઇવીએમ નો કડવા અનુભવ થયો હતો. તેઓ મતદાન કરવા ગયા ત્યારે તેમના મતદાન કેન્દ્રનું ઈવીએમ ખોટવાઈ ગયું હતું. રોષે ભરાયેલા સંબિત પાત્રાએ કહ્યું કે હું પોતે પણ મતદાન કરવા માટે બે કલાકથી બુથની બહાર ઉભો છું. પુરીના અન્ય મતદાન કેન્દ્રો ઉપર પણ આવી જ પરિસ્થિતિ હોવાનો તેમણે દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે નાગરિકો બે બે કલાકથી કતારમાં ઊભા છે પણ ઇવીએમ બંધ હોવાને કારણે મતદાન પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે. થાકીને વરિષ્ઠ નાગરિકો મતદાન કર્યા વગર જ પરત જઈ રહ્યા છે. ઇવીએમ ની આ ગરબડ ઇરાદાપૂર્વક સર્જવામાં આવી હોવાનું લોકો માનતા હોવાનો તેમણે આક્ષેપ કરી ચૂંટણી પંચને યોગ્ય પગલા લેવા અપીલ કરી હતી. નોંધનીય છે કે ઇવીએમ ની ગરબડ અંગે અત્યાર સુધી વિપક્ષના નેતાઓ આક્ષેપો કરતા હતા પણ હવે પુરીમાં ભાજપના ઉમેદવાર પણ ષડયંત્રનો આક્ષેપ કરવા લાગ્યા હતા.