બેસ્ટ ઓફ લક : આજથી ધો.1 થી 9 અને ધો.11ની વાર્ષિક પરિક્ષાનો પ્રારંભ, આ તારીખથી વિદ્યાર્થીઓને પડશે વેકેશન
આખા વરસની મહેનતનું પરિણામ હવે મળશે,જેના માટે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માટેની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે 25 એપ્રિલ સુધી લેવાશે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 35,000 વિદ્યાર્થીઓ અને સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલનાં રાજકોટ જિલ્લાના કુલ અઢી લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો જે ગઈકાલે સોમવારથી પ્રારંભ થયો હતો.સીબીએસઇ ની પરીક્ષા પુરી થવાની સાથે નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ચૂક્યું છે.
જ્યારે ગુજરાત બોર્ડની વાર્ષિક પરીક્ષા જાહેર કરાયેલા કેલેન્ડર પ્રમાણે 7 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.તા.5 મે થી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે.8 જુનના રોજ પૂરું થઈ 9 જુનથી રાજ્યની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ જશે.શાસનઅધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગરમીના લીધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પરીક્ષામાં શાળા સંચાલક વર્તમાન પરિસ્થિતિને અનુસરીને સમયમાં ફેરફાર કરી શકશે.