જન્માષ્ટમીનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌ કોઈ તેને માણવા માટે સજ્જ બની ગયા છે. આજથી લોકમેળો પણ શરૂ થઈ રહ્યો છે જેમાં લાખોની સંખ્યામાં લોકો અવર-જવર કરવાના છે. એકંદરે તહેવારોમાં બહારગામ ફરવા જવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય ત્યારે રેઢા પડેલાં મકાન-ફ્લેટને તસ્કરો નિશાન બનાવી રહ્યા હોય તે ઉપરાંત મેળામાં લોકોના ખીસ્સા હળવા કરી નાખવાની કુટેવ ધરાવતાં ચોર-ગઠિયાઓ પણ એટલા જ હોય આવી ઘટનાઓ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ અઠંગ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ બોલાવીને તેમની ઓળખ પરેડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ પોલીસ મથકના ડી-સ્ટાફને પણ હાજર રખાયો હતો. હવે પોલીસ દ્વારા આ લોકોના ફોટા લોક મેળામાં ચોંટાડવામાં આવશે જેથી લોકો તેમનાથી સાવધ રહે સાથે સાથે પોલીસની અલગ-અલગ ટીમ પણ આ લોકો ઉપર ખાસ નજર રાખશે.