અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ-પંજાબ કિંગ્સ વચ્ચે જંગ : ટિકિટનું વેચાણ સાવ ઠંડું, જાણો કઈ ટીમનું પલડું ભારે
આઈપીએલ-૧૮નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ગુજરાત ટાઈટન્સ-પંજાબ કિંગ્સ વચ્ચે જંગ જામશે. પંજાબની કમાન શ્રેયસ અય્યર તો ગુજરાતની કમાન શુભમન ગીલના હાથમાં છે. આ વખતની સીઝનમાં બન્ને ટીમ પહેલો મુકાબલો રમવા ઉતરશે જેથી બન્ને જીત માટે પૂરી તાકાત લગાવી દેશે.
પાછલી સીઝનમાં ગુજરાત સામે પંજાબે બાજી મારી હતી. છેલ્લી પાંચ મેચની વાત કરવામાં આવે તો ત્રણ મેચમાં ગુજરાત અને બે મેચમાં પંજાબ વિજેતા બન્યું હતું આવામાં ગુજરાતનું પલડું ભારે છે. વળી, આજે મુકાબલો અમદાવાદમાં હોય જે ગુજરાતનું હોમગ્રાઉન્ડ હોવાથી તે અહીં ઉમદા પ્રદર્શન કરતી આવી છે. ગુજરાત ૨૦૨૨માં ચેમ્પિયન બની ચૂક્યું છે તો પંજાબને હજુ સુધી ટ્રોકી નસીબ થવા પામી નથી.
ટીમ ગુજરાત
શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, શેરફેન રધરફોર્ડ, અરશદ ખાન, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનત, મહિપાલ લોમરોર, નિશાંત સિંધુ, સાઈ કિશોર, વોશિંગ્ટન સુંદર, અનુજ રાવત, જોસ બટલર (વિકેટકિપર), કુમાર કુશાગ્ર, જેરાલ્ડ કોએત્ઝી, ગુરનૂર બરાડ, ઈશાંત શર્મા, જયંત યાદવ, કેગિસો રબાડા, કુલવંત ખેજરોલિયા, માનવ સુધાર, મોહમ્મદ સીરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ટીમ પંજાબ
શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, નેહાલ વઢેરા, ગ્લેન મેક્સવેલ, પ્રિયાંશ આર્યા, જોશ ઈંગ્લીસ, અઝમતુલ્લાહ ઓમરજઈ, લોકી ફર્ગ્યુસન, વૈશાક વિજયકુમાર, યશ ઠાકુર, હરપ્રીત બરાર, અરોન હાર્ડી, વિષ્ણુ વિનોદ, કુલદીપ સેન, સૂર્થાંશ શેગડે, મુશીર ખાન, હરનૂર પશુ, જેવયિર બાર્ટલેટ, પાલ્યા અવિનાશ, પ્રવીણ દૂબે.
ટિકિટનું વેચાણ સાવ ઠંડું, 30% સીટ ખાલી
આજે અમદાવાદમાં પંજાબ-ગુજરાત વચ્ચે આઈપીએલ મેચને લઈને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો ન હોય તે રીતે મેચના એક દિવસ પહેલાં 30% સીટ ખાલી હોવાનું જાણવા મળ્યું હતું. ક્રિકેટ રસિકો ગુજરાત-મુંબઈ વચ્ચેના મેચની ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે. ઓનલાઈન ટિકિટ વેચાણ ડિસ્ટ્રિકટ બાય ઝોમેટો વેબસાઈટ ઉપર થઈ રહ્યું હતું જેમાં ૪૦૦થી ૨૦,૦૦૦ સુધીની તમામ ટિકિટ ઉપલબ્ધ હતી. બીજી બાજુ ૨૯ માર્ચે ગુજરાત-મુંબઈ વચ્ચેની મેચની ટિકિટ અત્યારથી મળવું મુશ્કેલ બની ગયું છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
મેચ: 5
ગુજરાત ટાઇટન્સ જીત્યા: 3
પંજાબ કિંગ્સ જીત્યા: 2