દ્વારકાધીશ મંદીર પાસે તમાકુના વેચાણ-સેવન ઉપર પ્રતિબંધ: ભીક્ષુકો તેમજ ફેરીયાઓ પણ મંદીર નજીક નહીં આવી શકે
દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરીને મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ શહેરના મુખ્ય સિદ્ધ કરી દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગુટકા, સિગારેટ વિગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સાથોસાથ મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયાઓ અને ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા અહીંના પોલીસ વડા દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
આ જાહેરનામા મુજબ દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 25 માર્ચ સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો :થોડી તો દયા રાખો…અમેરિકામાં ICE દ્વારા 5 વર્ષના બાળકની અટકાયત,સ્કૂલમાંથી ઘરે આવ્યો એ સાથે જ ઉઠાવી લીધો,જાણો શું છે મામલો
દ્વારકાની ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નજીક મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં સ્નાન કરે છે. દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો આ પુણ્યસ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની. જેના લીધે દ્વારકા દર્શનાર્થે આવનાર યાત્રિકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની અને સ્નાન કરતી મહિલાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવાની શક્યતાને કારણે ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ મૂકવા માટે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકામાં વહેતી ગોમતી નદી પર સંગમ નારાયણ મંદિરથી જુના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કિર્તીસ્તંભથી દ્વારકાધિશ મંદિર પાિંર્કગ સુધી તથા ગોમતી નદીની સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચ નંદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી 100 મીટર ત્રિજ્યાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ કે હોળી તથા પગડીયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 25 માર્ચ સુધી અમલમાં રહેશે.
