આવતીકાલથી શુભ પ્રસંગોને વિરામ: સવારે 10.52થી હોળાષ્ટકનો પ્રારંભ, 15 એપ્રિલથી ફરીથી લગ્નના ઢોલ ઢબુકશે
આ વર્ષે જ્યોતિષના નિયમ પ્રમાણે તથા ધર્મસિંધુ ગ્રંથ ના નિયમ પ્રમાણે હોલિકા દહન પૂનમના બદલે ફાગણ સુદ ચૌદસ ને ગુરુવારે તા ૧૩ માર્ચના દિવસે થશે,ખાસ કરીને હોલિકા દહન માટે સાંજના ભાગમાં પ્રદોષ કાળ સમયે પૂનમ હોય તે સમય લેવામાં આવે છે જે આ વર્ષે તારીખ ૧૩ માર્ચ ગુરુવારે ચૌદશના દિવસે સવારે ,૧૦.૩૭ કલાકે થી પૂનમ તીથી શરૂ થાય છે અને તારીખ ૧૪ માર્ચ શુક્રવારે બપોર ના ૧૨.૨૫ સુધી પૂનમ તિથિ છે ચૌદસને ગુરૂવારના દિવસે સાંજના પ્રદોષ કાળ સમયે પૂનમ તિથિ હોતા ગુરુવારે રાત્રેના હોલિકા દહન થશે જ્યારે ફાગણ સુદ પૂનમ ને શુક્રવારે ૧૪ માર્ચ ના દિવસે ધુળેટી મનાવાશે
હોળાષ્ટકના દિવસથી કોઈ માંગલિક કાર્ય કે શુભકાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટકમાં ૧૬ સંસ્કારો વર્જય માનવામાં આવે છે. , હોળાષ્ટક દરમિયાન જપ, તપ, ગ્રહોની શાંતિ, જન્મ-નક્ષત્ર તથા યોગ શાંતિ, લઘુરૂદ્ર, અભિષેક, કથા, ચંડીપાઠ વગેરે કાર્યો કરી શકાય છે જ્યારે લગ્ન, વાસ્તુ, જનોઈ, ખાતમુહૂર્ત, ઉદ્દઘાટન જેવા માંગલિક કાર્યો કરવા ઉચિત મનાતા નથી.
તા.૧૪ માર્ચને શુક્રવારે રાત્રે ૬.૫૧ થી એક મહિના માટે મીનારક કમૂરતા શરૂ થશે. જે ચૈત્ર વદ એકમ તા ૧૩.૪.૨૫ રવિવાર સુધી મિનારક કમુરતા ચાલશે,આ એક મહિના દરમિયાન લગ્ન મુહૂર્ત ને બ્રેક લાગશે. ત્યારબાદ ફરી લગ્નગાળો શરૂ થશે. ૧૪ એપ્રિલ સોમવારના દિવસથી લગ્નનું પહેલું મુહૂર્ત છે
.ગુરુવારે હોલિકા દહનનો શુભ સમય
ખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરુવારે રાત્રિના સમયે ભદ્રા છે પરંતુ પંચાંગ પ્રમાણે ગુરુવારે આવતી ભદ્રા પુણ્યવતી માનવામાં આવે છે, આથી ગુરુવારે દિવસ આથમ્યા પછી રાત્રીના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશે,13 માર્ચ ગુરુવારે હોળી પ્રગટાવવાનો શુભ સમય પ્રદોષકાળ છે. આ વખતે પ્રદોષકાળ સાંજે ૬:૫૫ થી ૯.૧૮ સુધી અને ચોઘડિયાં પ્રમાણે શુભ સમય અમૃત ચોઘડિયુ ૬:૫૫ થી ૮.૨૫ કલાક સુધી છે જ્યારે ચલ ચોઘડિયું રાત્રે ૮.૨૫ થી ૯.૫૫ તેમ શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે.