રેખા ગુપ્તા, કેજરીવાલ અને ચિદમ્બરમ સહિતના નેતાઓ પર થયા છે હુમલા, ગુજરાતના અનેક નેતાઓના નામ પણ સામેલ
બુધવારે સવારે સિવિલ લાઇન્સ ઓફિસમાં જાહેર સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. દિલ્હી પોલીસે હવે તેમની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ) હેઠળ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાતના રાજકોટના રહેવાસી 41 વર્ષીય આરોપી રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયાની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલી એવી ઘટના નથી કે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો થયો હોય આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચૂકી છે ચાલો તેના પર નજર કરીએ.
દિલ્હીમાં કયા નેતાઓ પર હુમલો થયો છે
1 . અરવિંદ કેજરીવાલ પર હુમલા – પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો થયો છે.
2011 : લખનૌમાં એક સભામાં તેમના પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું.
2013 : પ્રેસ કોન્ફરન્સમાં તેમના પર શાહી ફેંકવામાં આવી હતી.
2014 : માર્ચ મહિનામાં હૈદરાબાદમાં કેજરીવાલની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો.
2016 : એપ્રિલ મહિનામાં દિલ્હી સચિવાલયમાં તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું.
એકવાર, રોડ શો દરમિયાન, એક વ્યક્તિએ કેજરીવાલને થપ્પડ મારવાનો પ્રયાસ
2. પી ચિદમ્બરમ – 2009માં જ્યારે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી પદ સંભાળી રહ્યા હતા, ત્યારે તેમના પર પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું.
3. ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ પર હુમલો કરવાનો પ્રયાસ : અમદાવાદમાં ચૂંટણી રેલી દરમિયાન હિતેશ નામના વ્યક્તિએ ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જૂતું સ્ટેજ સુધી પહોંચ્યું ન હતું.
4. અન્ય નેતાઓ પર હુમલા – 2025માં રાયબરેલીમાં એક વ્યક્તિએ સ્વામી પ્રસાદ મૌર્યને પાછળથી થપ્પડ મારી હતી. 2014માં ગાઝિયાબાદમાં અખિલેશ યાદવ પર ચંપલ ફેંકવામાં આવ્યું
2014માં પુણેમાં એક રેલી દરમિયાન નીતિન ગડકરી પર જૂતું ફેંકવામાં આવ્યું હતું.
2009માં કુરુક્ષેત્રમાં એક સભા દરમિયાન એક શિક્ષકે નવીન જિંદાલ પર જૂતું ફેંક્યું હતું.
2014માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રકાશ સિંહ બાદલ પર પણ જૂતું ફેંકવામાં આવ્યું હતું.
5. રેખા ગુપ્તા પર હુમલો – દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા જાહેર સુનાવણી કરી રહ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં આરોપી રાજેશ ભાઈ ખીમજી હોવાનું કહેવાય છે, જે રાજકોટથી આવ્યા હતા. આરોપીને પોલીસે તાત્કાલિક પકડી લીધો હતો અને પૂછપરછ ચાલી રહી છે. રેખા ગુપ્તાને પણ નાની ઈજાઓ પહોંચી છે.
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પર પણ જૂતુ ફેંકાયું હતું
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર પણ 2017માં જુતુ ફેંકવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજા જ્યારે 2017માં વિધાનસભા સંકુલમાં સદનની બહાર અમરેલી જિલ્લામાં થયેલી સરપંચની હત્યાના મુદ્દે નિવેદન આપવા આવ્યા ત્યારે તેમની પર જુતુ ફેંકાયું હતું. આ જુતુ ગોપાલ ઇટાલિયાએ ફેંક્યું હતું અને તેમણે નારેબાજી કરી હતી. આગળ જતાં ગોપાલ ઇટાલિયા અત્યારે તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ગયા છે અને આપના નેતા છે.
ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું
ઉપરાંત 2019માં નવી દિલ્હીમાં ભાજપની ઓફિસમાં જ્યારે પ્રેસ કૉન્ફરન્સ ચાલુ હતી ત્યારે ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. તે વખતે લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું.
