Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અંગદાનથી અમર બન્યા અશોકભાઈ : લીવર ટ્રાન્સપ્લાન્ટથી એક દર્દીને મળ્યું નવું જીવન, ગ્રીન કોરિડોર દ્વારા રાજકોટથી સુરત પહોંચ્યું લિવર

Fri, March 6 2026

રાજકોટ નજીક સાંગણવા ગામના 52 વર્ષીય ખેડૂત અશોકભાઈ સાવલિયા છેલ્લા છ વર્ષથી કિડની ફેલ્યુર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ પર જીવન જીવી રહ્યા હતા. પોતાની જાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ઈચ્છા ધરાવતા અશોકભાઈના જીવનમાં ભગવાને કદાચ કંઈક અલગ જ લખ્યું હતું.

તારીખ 3 માર્ચ 2026ના રોજ તેઓ રોજની જેમ સવારે ડાયાલિસિસ માટે જતા હતા ત્યારે રસ્તામાં અચાનક તેમની તબિયત બગડી ગઈ. તેમને તીવ્ર માથાનો દુખાવો થયો અને થોડા સમયમાં જ તેઓ બેભાન થઈ ગયા. તરત જ તેમને તાત્કાલિક ધોરણે ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વધુ તપાસ કરતાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેમના મગજમાં ભારે હેમરેજ થયું છે અને તેમને બચાવવાની શક્યતા ઓછી છે.

આ સંજોગોમાં અશોકભાઈના પુત્ર મીતભાઈ તથા પરિવારજનો દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતા સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હવે આગળ શું કરવું.? ત્યારે નિશાબેને સૂચન આપ્યું કે અશોકભાઈની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે, પરંતુ જો તેમનું લીવર સ્વસ્થ હોય તો અંગદાન દ્વારા કોઈ બીજા દર્દીની જિંદગી બચાવી શકાય.

આ વિચાર સાંભળતાં જ મીતભાઈ અને પરિવારજનો વધુ માહિતી માટે નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. દિવ્યેશ વિરોજાનો સંપર્ક કર્યો. ડૉ. વિરોજાએ અંગદાન વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ અશોકભાઈના પિતાઘેલાભાઈ, પત્ની ઉષાબેન, પુત્ર મીતભાઈ, દીકરી આરઝુબેન તેમજ ભાઈઓ કેશુભાઈ અને રમેશભાઈ સહિત પરિવારે સહમતીથી અશોકભાઈનું અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો.

આ પણ વાંચો :Thala For A Reason: 7 રનથી જીત, 7 વિકેટ ગુમાવી… ઈંગ્લેન્ડ સામે ભારતની સેમિફાઇનલની જીતમાં ‘થાલા કનેક્શન’?

અંગદાનની પ્રક્રિયા શરૂ કરવા માટે ઓલમ્પસ હોસ્પિટલના ડૉ. મિહિર તન્ના સાથે સંપર્ક કરવામાં આવ્યો, અશોકભાઈને આઈસીયુ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની બી ટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

અહીં ન્યૂરો ફિઝિશિયન ડૉ. કાર્તિક કાછડીયા, ક્રિટિકલ કેર ફિઝિશિયન ડૉ. કરણ મોઢવાડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને ડૉ. આનંદ કારીયાએ તમામ જરૂરી પરીક્ષણો કરીને અશોકભાઈને બ્રેઇનડેડ જાહેર કર્યા. ત્યારબાદ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર ડૉ. અમિત ગોહેલે SOTTOને જાણ કરી સમગ્ર પ્રક્રિયાનું સંકલન કર્યું.

સુરતની કિરણ હોસ્પિટલની વિશેષ ટીમ તાત્કાલિક રાજકોટ પહોંચી અને તારીખ 4 માર્ચ 2026ના રોજ અશોકભાઈના લીવરનું સફળ અંગદાન ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ ગ્રીન કોરિડોર દ્વારા આ લીવરને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યું અને એર એમ્બ્યુલન્સ મારફતે સુરતની કિરણ હોસ્પિટલમાં એક દર્દીને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની સમાજસેવિકા ભાવનાબેન મંડલીએ પણ ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી પરિવારને આ દુઃખદ સમયે સાંત્વના આપી.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પણ તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવી લીવર સમયસર એરપોર્ટ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.ધૂળેટીના દિવસે અશોકભાઈ સાવલિયાના અંગદાનથી એક લીવર ફેલ્યોરથી પીડાતા દર્દીને નવજીવન મળ્યું અને માનવતાના સાચા રંગો ફરી એકવાર ઝળહળી ઉઠ્યા છે.

Share Article

Other Articles

Previous

APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ

Next

Thala For A Reason: 7 રનથી જીત, 7 વિકેટ ગુમાવી… ઈંગ્લેન્ડ સામે ભારતની સેમિફાઇનલની જીતમાં ‘થાલા કનેક્શન’?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
3 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
3 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

રાજકોટ મહાપાલિકા-આઉટડોર એજન્સીઓ હોર્ડિંગને ‘હળવાશ’થી લ્યે છે…કોઈ દુર્ઘટનાની જોવાતી રાહ?!
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ટ્રમ્પ વહીવટી તંત્ર કૂલ કેટલા હજાર કર્મીઓને નોકરીમાંથી દૂર કરશે ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં સિવિલ ડિફેન્સ વોલિન્ટિયરની થશે ભરતી : 1000 નાગરિકે એક વોલિન્ટિયર 12 પ્રકારની સેવા આપશે
ગુજરાત
10 મહિના પહેલા
સૌથી વધુ જાણીતા અમેરીકન પ્રમુખ એટલે અબ્રાહમ લિંકન ; વાંચો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખોની શ્રેણી : ભાગ – 1
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર