રાજકોટથી દિલ્હીની વધુ એક ઉડાન: આ તારીખથી એર ઇન્ડિયાની સવારની ફલાઇટ થશે ટેકઓફ
લાંબા સમયની માંગણીને એરઇન્ડિયા પુરી કરી આગામી 26 ઓક્ટોબર એટલે દીવાળી પછી રાજકોટથી દિલ્હીની વધુ એક સવારની ફલાઇટ ઉડાન ભરવા જઈ રહી છે,આ ફલાઇટ શરૂ થતાંની સાથે રાજકોટનાં વેપારીઓ અને ઉદ્યોગકારોને સુવિધા મળશે.
એર ઇન્ડિયા દ્વારા વિન્ટર શેડયુઅલ જાહેર કરવામાં આવતાં જેમાં મુંબઈ અને દિલ્હી સાથે વધુ એક નવી દિલ્હી માટેની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે જેનો સમય સવારે 10:10 વાગ્યાનો રહેશે. વિન્ટર શેડ્યુલમાં એર ઇન્ડિયા ની બે દિલ્હી અને બે મુંબઈમાં તેની ફ્લાઈટ ઉડાન ભરશે. હાલના તબક્કામાં મુંબઈ માટેની સવારની ફ્લાઈટ થોડા દિવસો માટે બંધ કરાય છે જે પહેલી ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ જશે.
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડિસ્કો દાંડિયા બાદ હવે થશે આતશબાજી! ધનતેરસે 18 પ્રકારના 1151 નંગ ફટાકડાના ધૂમ-ધડાકાનું આયોજન
રાજકોટ થી નિયમિત રીતે 10 થી 11 ફલાઇટ ઓપરેટ થાય છે જેમાં નવી ફલાઈટ વધશે. આ ઉપરાંત ટૂંક સમયમાં ઇન્ડિગોનું વિન્ટર શેડ્યુલ આવશે. જેમાં રાજકોટ થી કોલકત્તા માટેની ફ્લાઈટ શરૂ થાય તેવી આશા છે.અગાઉ એરપોર્ટ ડાયરેક્ટરએ પણ આ બાબતને સમર્થન આપી કહ્યું હતું કે,ટૂંક સમયમાં નવા સેકટર માટે વિચારણા ચાલી રહી છે,ઈન્ડિગોએ રાજકોટથી કોલકત્તા માટે પ્રપોઝલ મૂકી છે.જે મંજુર થશે તો રાજકોટથી ચાઈના માટે સીધું કનેક્શન મળી રહેશે.
