રાજકોટની પૂર્વ મામલતદાર કચેરીમાં એક અરજદાર ગરમીથી બેભાન થતા તત્કાલ સિવિલમાં ખસેડાયા
આકરી ગરમી શરૂ થતા જ સીટી પ્રાંત અધિકારી-1 દ્વારા મોકડ્રીલ યોજાઈ
રાજકોટ : રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારને હીટસ્ટ્રોક લાગતા બેભાન થઈ ગયા હતા. આથી મામલતદાર દ્વારા તકેદારીના પગલાં લઈને તેને તાત્કાલિક ૧૦૮ મારફત સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આખરે આ સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર થઈ હતી.
રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવેલા એ.ટી.વી.ટી. સેન્ટરમાં જાવેદભાઈ (ઉ.૪૨) નામના નાગરિક આવકનો દાખલો કઢાવવા આવ્યા હતા. ગરમી વચ્ચે આ અરજદાર અચાનક બેભાન જેવા થઈ ગયા હતા. તેને હીટસ્ટ્રોક લાગ્યાનું જણાતા સિક્યોરિટી ગાર્ડ દ્વારા પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડાને જાણ કરવામાં આવી હતી. આથી મામલતદાર તાત્કાલિક દોડી ગયા હતા અને નાગરિકના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો તેમજ સી.પી.આર. પણ આપ્યું હતું.
આમ છતાં અરજદારની સ્થિતિ ન સુધરતાં તાત્કાલિક ‘ઈમરજન્સી ૧૦૮’ને ફોન કરતાં પાંચ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ૫હોંચી હતી. એ પછી અરજદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને તાત્કાલીક સારવાર આ૫વામાં આવી હતી. જો કે કામગીરી સંપન્ન થયા પછી પૂર્વ મામલતદાર એસ.જે. ચાવડાએ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી. આ સફળ મોકડ્રીલ શહેર-૧ પ્રાંત અધિકારી ચાંદની ૫રમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.