અમરેલી : પર પુરૂષ સાથે સંબંધ હોવાની શંકાએ પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા
અમરેલીના વાંકીયા ગામે મધ્યપ્રદેશના પતિએ પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા રાખી માર મારી ગળું દબાવી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
અમરેલી તાલુકામાં આવેલ વાંકીયા ગામમાં અલ્પેશભાઈ સાવલીયાની વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય સંજયભાઈ મોહનીયા ભાગ્યું રાખી કામ અર્થે રહેતો હતો. 20 વર્ષીય યુવતીનો રેખાબેન મોહનીયાનો મૃતદેહ મળતા અમરેલી તાલુકા પી.આઈ ઓમદેવસિહ જાડેજાની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પેનલ પીએમ કરાવ્યું.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના પિતા મંગલીયાભાઈ વસુનિયાએ આરોપી જમાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.આ દરમ્યાન તાલુકા પોલીસને શંકા જતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવતીના પતિ આરોપી સંજય નેસિગભાઈ મોહનીયા રહે કાકડબારી તાલુકો.ભાભરા જી.અલીરાજપુરનો રહેવાસી પોલીસે પૂછપરછ કરતાં યુવતિના પતિએ કબૂલાત આપી કે મારી પત્નીની હત્યા કરી છે. અત્યારે બીજો કોઈ નહીં યુવતીનો પતિ જ હત્યારો નીકળ્યો હતો. આ ઘટનામાં મૃતક ૫ બીજા કોઈ પુરુષ સાથે વાત કરતી હોવ શંકા અને વહેમ રાખી માર મારી હુમલો ગળુ દબાવી હત્યા નિપજાવી હોવાથી ચક મચી ગઈ હતી. પોલીસે આરોપી પતિ સં મોહનીયાની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી.