પોલીસ ખાતામાં બે વર્ષમાં તમામ ખાલી જગ્યા ભરી દેવાશે
ગુજરાત સરકારે હાઇકોર્ટમાં આપી ખાતરી : માર્ચ-૨૦૨૫ સુધીમાં PI-PSIને અપાશે બઢતી
રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યુ છે અને હાઈકોર્ટને ખાતરી આપી છે કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.
સરકારે કહ્યું કે,વર્ષ 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરવામાં આવશે તેમજ ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે.વર્ષ 2025ની જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરાશે,લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે તેમજ OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરાશે.
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકાર તરફી એક સવાલ કર્યો હતો અને કહ્યું કે,પોલીસ વિભાગમાં વિધાર્થી એક્સચેન્જ કાર્યક્રમ અંગે સવાલ કર્યો કે,અન્ય રાજ્યની પોલીસ એકેડમી સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ થાય? તો સરકારે આ બાબતને લઈ કહ્યું કે,હાલના તબક્કે આવુ કંઈ ચાલતું નથી તેવો સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.
અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે. જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.