ગુજરાતમાં સિંહના મૃત્યુમાં ચિંતાજનક વધારો : છેલ્લા બે વર્ષમાં ૨૬૮ સિંહ અને ૪૫૬ દીપડા મૃત્યુ પામ્યા
રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાએ વિધાનસભામાં એવી માહિતી આપી છે ઇકે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧૪૩ સિંહ બાળ સહીત કુલ ૨૮૬ સિંહનાં મોત થયા છે. આ પૈકી ૫૮ સિંહના મોત તો અકુદરતી કારણોસર એટલે કે વાહન હડફેટે કે પછી ટ્રેન હડફેટે આવીને થયા છે. આ બે વર્ષમાં ૪૫૬ દીપડા પણ મોતને ભેટ્યા છે.
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં, મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૨૩ અને ૨૦૨૪માં ૨૮૬ સિંહોના મૃત્યુમાંથી, ૨૦૨૩માં ૧૨૧ અને ૨૦૨૪માં ૧૬૫ સિંહોના મોત થયા હતા.
ગુજરાત એશિયાઈ સિંહોનું વિશ્વનું એક માત્ર નિવાસસ્થાન છે. જૂન 2020 માં હાથ ધરાયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં 674 એશિયાઈ સિંહો છે, જેમાં મુખ્યત્વે ગીર વન્યજીવન અભયારણ્યનો સમાવેશ થાય છે.દીપડાના કિસ્સામાં, 2023 માં 225 અને 2024 માં 231 મૃત્યુ થયા હતા, એમ વન મંત્રીએ જણાવ્યું હતું.
મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે દીપડાઓમાં, 303 મૃત્યુ કુદરતી કારણોસર થયા હતા અને 153 મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા.રાજ્ય સરકારે આ વન્ય જીવોનાં અકુદરતી મૃત્યુને રોકવા માટે વિવિધ પગલાં લીધા છે જેમ કે પશુચિકિત્સા ડોકટરોની નિમણૂક અને સિંહો અને અન્ય જંગલી પ્રાણીઓની સમયસર સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી વગેરેનો સમાવેશ થાય છે. અન્ય પગલાંઓમાં અભયારણ્ય વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ પર સ્પીડ-બ્રેકર બનાવવા અને સાઇનબોર્ડ લગાવવા, જંગલોમાં નિયમિત પગપાળા પેટ્રોલિંગ, જંગલોની નજીક ખુલ્લા કુવાઓ માટે પેરાપેટ દિવાલો બનાવવા, ગીર વન્યજીવન અભયારણ્ય નજીક રેલ્વે ટ્રેકની બંને બાજુ વાડ લગાવવી અને એશિયાઈ સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે રેડિયો-કોલરિંગનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.