રાજકોટમાં એઇમ્સનો તબીબ પીધેલી હાલતમાં કારમાં સ્ત્રી સાથે પકડાયો : જીગર દેસાણીની પોલીસે કરી અટકાયત
રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જીગર વિજયભાઈ દેસાણી (ઉ.વ.33) ગત મોડીરાત્રે પીધેલી હાલતમાં કારમાં સ્ત્રી સાથે બેઠેલો એ-ડિવિઝન પોલીસે પકડી પાડી તબીબ જીગર દેસાણીની પ્રોહિબિશન એક્ટના ગુનામાં અટકાયત સાથે કાયદાકિય 2 ( કાર્યવાહી કરી હતી. તબીબ પીધેલા પકડાતા આજે એઈમ્સ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ભારે ચકચાર જાગી હતી.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ એ-ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ વજુભાઈ ભરતભાઈ ડાભી તથા ડ્રાઈવર હોમગાર્ડ જય દિલીપભાઈ નિમાવત ગત નાઈટમાં પીસીઆરમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મોડીરાત્રી બાદ વહેલી સવારે 3:45 વાગ્યાના અરસામાં હેમુ ગઢવી હોલ પાછળના રસ્તા પર નીકળ્યા હતા. જ્યાં નાલા નજીક જી.જે.12-ડી.જી.8574 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં ઉભેલી દેખાઈ હતી. પોલીસ કાર ચેક કરવા પહોંચી હતી.
આ પણ વાંચો : અમે રાજકોટના તમામ ખાડા બૂરી દીધા છે : સરકારને ઉઠાં ભણાવતી મનપા, હજુ અનેક વિસ્તારોમાં ગાબડાં છતાં સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા
કાર ચેક કરતાં અંદર તબીબ જીગર દેસાણી તથા સાથે એક સ્ત્રી બેઠી હતી. પોલીસે જીગર દેસાણી સાથે વાત કરતા લથડીયા ખાતા એલફેલ બોલતા જોવા લાગ્યા અને મોં માંથી કેફી પીણું પીધેલું હોવાની તીવ્ર વાસ આવતી હતી. પીધેલી હાલતમાં હોવાથી કોન્સ્ટેબલ વી.બી.ડાભીએ તબીબ જીગર દેસાણી વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત
કાલાવડ રોડ પરની સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ નજીક આલાપ હેરિટેઝ એ-૬માં રહેતા એઈમ્સના ડોક્ટર જીગર દેસાણીની ધરપકડ કરાઈ હતી. તબીબ સાથે રહેલા સ્ત્રી તેમના કોઈ પરિવારજન હતા કે કેમ ? કારમાં ડ્રીંક કર્યું હતું? સહિતની બાબતો જાણવા કોન્સ્ટેબલ વજુભાઈ ડાભીનો સંપર્ક સાધવા પ્રયાસ કરતાં ફોન સતત નો-રિપ્લાય થતો હતો.
જીગર દેસાણીને આઠ મહિના પહેલાં છૂટો કરાયો છે : એઈમ્સની સ્પષ્ટતા
હેમુ ગઢવી હોલ પાસે મધરાત્રે કારમાં યુવતી સાથે પીધેલી હાલતમાં પકડાયેલા ડૉ.જીગર વિજયભાઈ દેસાણીએ પોતે એઈમ્સ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નોકરી કરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યા બાદ આ અંગે હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જીગર દેસાણીને 11-11-2024થી જ હોસ્પિટલ સાથે કોઈ લેવાદેવા નથી. તેમનો કરાર 24-11-2023થી તા.11-11-2024 સુધીનો હતો જે પૂર્ણ થતાં તેને છૂટો કરાયો હતો. એઈમ્સમાં તેણે જુનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી હોવાનું જણાવાયું હતું.