કિલર AI પુત્ર બન્યો મા નો હત્યારો, પોતે પણ આપઘાત કર્યો
AIએ હત્યા માટે ઉશ્કેર્યો, અમેરિકામાં વિશ્વનો પહેલો ગુનો નોંધાયો
અમેરિકામાં એક 56 વર્ષીય વ્યક્તિએ પોતાની 83 વર્ષીય માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધાના બનાવમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કે એઆઇ ઉપર ઐતિહાસિક કાનૂની લડાઈ શરુ થઇ ગઈ છે. આ વિશ્વનો પહેલો કેસ છે જેમાં કોઈ ચેટબોટ ઉપર હત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હોય.
પરિવારનું કહેવું છે કે ચેટજીપીટીએ સ્ટીન એરિક સોલબર્ગને એટલો માનસિક રીતે હેરાન કર્યો હતો અને અસ્થિર કરી મુક્યો હતો કે તે પોતાની માતા સુજેન એડમ્સને પોતાની દુશ્મન સમજવા લાગ્યો હતો. પહેલા સોલબર્ગે માતાની બેરહેમીથી પીટાઈ કરી હતી અને પછી ગળુ દબાવીને મારી નાખી હતી. આ પછી તેણે પોતાના ગળે અને છાતી ઉપર ચાકુથી ઘા માર્યા હતા અને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે ચેટજીપીટી પાસે વળતરની માંગ કરી છે સાથોસાથ સુરક્ષાના યોગ્ય ઉપાયો લાગુ કરવાની અપીલ પણ કરી છે.
માતા દુશ્મન છે અને હું દૈવી શક્તિવાળાઓ છું
ચેટજીપીટીએ સોલબર્ગના વહેમને એટલો બધો વધારી દીધો હતો કે તે પોતાની મા ને દુશ્મન અને જાસુસ માનવા લાગ્યો હતો. તેને એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે તેની પાસે દૈવી શક્તિ છે અને તેની આસપાસના લોકો તેના વિરુદ્ધ કાવતરું રચે છે. ચેટબોટે તેને એવો ભરોસો દીધો હતો કે તે ચેટબોટ સિવાય કોઈ ઉપર વિશ્વાસ ન કરે. ચેટબોટે તેને એમ પણ કહ્યું હતું કે, તેની મા તેને ડ્રગ્ઝ આપવાનો પ્રયાસ કરે છે. આ પછી તે ડેસ્કટોપ , પ્રિન્ટર અને સોડાના કેનને પણ શંકાની નજરે જોવા લાગ્યો હતો
