અમદાવાદમાં પોલીસ પતિની હત્યાથી ચકચાર : પત્નીએ જ મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાત, બાળક સામે ખેલાયો ખૂની ખેલ
અમદાવાદમાં ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે જેમાં પોલીસ પતિની હત્યા કરી નાખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પતિનું ઢીમ ઢાળી દીધા બાદ પત્નીએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.બાળક સામે પતિને માથામાં ઘોડિયાનો પાયો મારી પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા માતા-પિતા બન્નેની છત્રછાંયા ગુમાવી છે. પોલીસ અધિકારીની હત્યાને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા ત્યારે આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પિએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘સિરાજ અને કૃષ્ણા’ ની જોડીએ ઓવલમાં કહેર વરસાવ્યો : અત્યંત રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય
મળતી વિગતો અનુસાર આ ઘટના અમદાવાદના દાણીલીમડા પોલીસલાઈન છે જ્યાં લગ્નેતર સબંધનો કરું અંજામ આવ્યો છે. મૂળ રાજકોટ જસદણના અને હાલમાં દાણીલીમડા પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમારની પત્નીએ હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બાળકની સામે ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે પોલીસકર્મીની હત્યાથી પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. હાલ પોલીસકાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો અને પતિ-પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
શા માટે પત્નીએ કરી પતિની હત્યા?
અગાઉ પણ સુરતમાં એક ઘટના સામે આવી હતી જેમાં લગ્નેતર સબંધનો કરુણ અંજામ આવ્યો હતો ત્યારે અમદાવાદમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે આ બનાવ બન્યો છે. મુકેશભાઈનું મહિલા પોલીસ કર્મચારી સાથે અફેર ચાલતું હતું. તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતાં હતા. ત્યારે આ મામલે આજે(4 ઓગસ્ટ) આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ખૂની ખેલ ખેલાયો હતો. પહેલાં મુકેશભાઈએ પત્નીને હેલ્મેટ માર્યું બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતા તેમનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લેતા તેમનું પણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : ભારે કરી! ઓટલે બેસવા પત્ની ગઈ, બેફામ માર પતિએ ખાધો, પાડોશી યુવકે કરી ધોલાઈ
સમગ્ર ઘટના બાળકની સામે બની હતી ત્યારે પતિએ પત્નીને હેલ્મેટ માર્યા બાદ પત્નીએ બાળકની સામે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા બલ્કે માતા-પિતા બન્નેની છત્રછાંયા ગુમાવી છે. સમગ્ર ઘટના બાદ બાળકે ઘરની બહાર જઈને પાડોશીઓને જાણ કરી હતી જે બાદ તેમણે પોલીસમાં જાણ કરતા અધિકારીઓ તુરંત બનાવસ્થળે પહોંચ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ખુબ જ અફસોસની વાત તો એ છે કે બાળકે પોતાના માત-પિતાનો ઝઘડો અને હત્યા થતા જોઈ રહ્યો હતો.પોલીસકર્મી મુકેશ મૂળ રાજકોટના જસદણના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે પતિના અન્ય મહિલા પોલીસકર્મી સાથે અફેરને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોવાનું સામે આવ્યું છે.પત્નીએ મારતા તે નીચે પટકાયો હતો. પહેલાં પત્નીને થયું કે તે બેભાન થઈ ગયો છે, જેથી લોહી નીકળતા તેને શરીર નીચે કપડું મૂક્યુ હતું. બાદમાં પત્નીને ખબર પડતાં તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
