અમદાવાદ : બોપલમાં 22 માળના ‘ઇસ્કોન પ્લેટિનમ’ માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ
- આઠમા માળે લાગેલી આગ છેક ૨૨માં માળ સુધી પહોંચી : અનેક લોકોને થઇ ગુંગળામણ
અમદાવાદ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા 22 માળનાં રહેણાંક બિલ્ડીંગના આઠમાં માળે આગ લાગવાની ઘટના બાદ ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં એક મહિલાનું મૃત્યુ થયુ હતું જયારે અન્યોને ગુંગળામણ થઇ હતી. , 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે રહેણાંક બિલ્ડિંગ ‘ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ’ ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ 22 માં માળ સુધી પહોંચી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.આ આગ સમયે બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન બિલ્ડિંગમાં રહેલા 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે સરસ્વતી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 56 વર્ષીય મીનાબેન કમલેશભાઇ શાહ નામની મહિલાનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું.
ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકીને પણ ICU માં સારવાર હેઠળ રાખવામાં આવી છે. અન્ય મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ ફટાકડાને લીધે લાગી કે કોઈ અન્ય કારણોસર તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.