ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાપાલિકાના વધુ બે અધિકારી ACBના રડારમાં !! વાંચો શું છે સમગ્ર મામલો
ટીપીઓ સાગઠિયા, ઠેબા બાદ હવે આસિ. ટીપીઓ વેગડની 65.97 લાખની બેનામી સંપતિ મળી, ડી.ઓ કેસ સાથે ધરપકડ કરવા માટેની તજવીજ
રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી નહીં દરિયો જ હોય તેમ એક પછી એક અધિકારીના ભ્રષ્ટાચારના કામના ચિઠ્ઠા ખૂલી રહ્યા છે. એન્ટિકરપ્શન બ્યુરોએ રાજકોટ મનપાના આવા એક વધુ અધિકારી અજય મનસુખભાઈ વેગડની તેણે હોદ્દાનો દૂરઉપયોગ કરીને ભેગી કરેલી લાખની સંપત્તિ પકડી પાડી વેગડ ગુનો દાખલ કરાયો છે. હજુ મહાપાલિકાના બે અધિકારી એસીબીના રડારમાં હોવાનું અને તપાસ દરમિયાન આ બન્ને અધિકારીના પણ આવા જ ભોરીંગ ખૂલવાના હોવાની સંભાવના છે.
રાજકોટમાં ગત વર્ષે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ થયા બાદ રાજકોટ મહાપાલિકામાં ધરાબાયેલો કે ખ્યાલ હતો છતાં જવાબદારો સૌ મોન કે અંગત લાભાલાભ જેવી સ્થિતિ હોય તેમ ભ્રષ્ટાચારનો પણ કાંડ ખૂલ્યો હતો. રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ. ડી. સાગઠિયા, ફાયરબ્રિગેડ ઓફિસર બી.જે. ઠેબા તેમજ અન્યનોની સામે ગુના નોંધાયેલા. આ બન્ને અધિકારીઓમાં સાગઠિયાની તે ૨૩.૧૫ કરોડની બેનામી સંપતિ સરકારે જાહેર કરી ઠેબાની ૭૯.૯૪ લાખની અપ્રમાણસર મિલકતોનો ઘટસ્ફોટ થયો. બન્ને સામે એસીબીમાં ફરિયાદ પણ નોંધાઈ.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સમયે જ એસીબી દ્વારા મહાપાલિકાના ખાસ કરીને ટીપી બ્રાન્ચ, ફાયરબ્રિગેડ અને બાંધકામ વિભાગના અધિકારીઓના સર્વિસ રેકોર્ડ એકત્રિત કરાયા હતા. આવા અધિકારીઓ તેમના પરિવારના નામે ખરીદાયેલી મિલકતો, બેન્ક એકાઉન્ટમાં જમા રકમો સહિતની વિગતો મેળવાઈ હતી. હવે આવા અધિકારીઓ પર એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતોની તવાઈ સાથે કેસ નોંધાઈ રહ્યા છે જેમાં અજય વેગડનો અત્યારે રાઉન્ડ આવ્યો છે.
વેગડ દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી તેના પગારની નાણાં ઉપરાંતની વધુ ૭૫.૨૧ લાખની બેનામી સંપત્તિ ઉભી કરી છે જેમાં પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટ્સમાં જ લાખોની રકમ નીકળી છે.૬૫.૯૭ લાખની રોકડ બેન્કમાંથી મળી આવી અને બેનામી રોકડ, સંપત્તિ વિશે અજય વેગડ પાસે કોઈ ખુલાસા કે આધાર-પુરાવા ન નીકળતા અંતે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ પર લેવા એસીબીના ડીવાયએસપી કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આલ તથા ટીમ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
આંતરિક વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ એસીબીના સાણસામાં હજુ મનપાના બે અધિકારી પણ છે અને તેમના આવા તમામ છૂપા ડેટા એસીબીએ એકત્રિત કરી તેના પર જરૂરી આધાર-પુરાવા મેળવાઈ રહ્યા છે. સંભવતઃ પણે હજુ આવા અધિકારીના અપ્રમાણસર મિલકતો, રોકડના કાળા ચિઠ્ઠા એસીબીમાં ખૂલે તેવું ચર્ચાઈ રહ્યું છે.