ઉતરકાશીમાં તબાહી બાદ સેના રાત દિવસ કામે લાગી : ગુજરાતનાં 131 સહિત 274 પ્રવાસીઓને બચાવાયા, 40 મજૂરો-8 જવાનો લાપતા
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામમાં થયેલી દુર્ઘટના બાદ સરકાર બચાવ કામગીરી ચલાવી રહી છે. આ બચાવ કામગીરીને ત્રણ દિવસ થઈ ગયા છે, જેમાં અત્યાર સુધીમાં 400 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગુરુવારે બચાવ કામગીરીમાં લાગેલી આઇટીબીપી ટીમે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોના મળીને 274 લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. . બધા અસરગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતનાં 131 પ્રવાસીઓને પણ સલામત સ્થળે ખસેડાયા હતા.
#WATCH | Uttarkashi, Uttarakhand | Drone visuals of the flash-flood affected Dharali village. SDRF, NDRF, and ITBP personnel are on the ground, rescuing the stranded people. pic.twitter.com/3AWypvyKyv
— ANI (@ANI) August 7, 2025
દરમિયાનમાં સેનાના અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી હતી કે હજુ પણ 8 જવાનો લાપતા છે એ જ રીતે ઘણા બધા પ્રવાસીઓ પણ લાપતા છે. 40 જેટલા મજૂરો પણ મળતા નથીયને સેનાના જવાનો દિવસ રાત શોધવા માટે ઓપરેશન કરી રહ્યા છે.
ગંગોત્રી અને અન્ય વિસ્તારોમાંથી 274 લોકોને હર્ષિલ લાવવામાં આવ્યા છે અને બધા સુરક્ષિત છે. આમાં ગુજરાતના 131, મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, યુપીના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 5, કર્ણાટકના 5, તેલંગાણાના 3 અને પંજાબના 01 લોકોનો સમાવેશ થાય છે. બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને ઉત્તરકાશી/દહેરાદૂન લાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : માનસિક દિવ્યાંગ બાળકો માટે ‘અંકુર’ બન્યું આશાનું કિરણ : બાળકોને વિનામૂલ્યે ટ્રેનીંગ આપી બનાવાઈ છે પગભર, દેશ-વિદેશમાં તેમનું હુન્નર પ્રખ્યાત
અધિકારીઓએ કહ્યું કે ઉત્તરકાશી જિલ્લાના ધારાલીમાં આવેલી આ દુર્ઘટના પછી કંઈ બચ્યું નથી. બધે જ આપત્તિના ચિહ્નો જ દેખાઈ રહ્યા છે અને બચાવ ટીમ શોધખોળમાં વ્યસ્ત છે, જેની તસવીર તમે આ સમયે જોઈ શકો છો. એક સમયે સુંદર રહેતું આ ધારાલી શહેર હવે ખંડેર હાલતમાં છે.
