સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ ફરજિયાત : પહેલી સપ્ટેમ્બરથી શરુ થશે અમલ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો
સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ કરવાનું ફરજિયાત થઇ રહ્યું છે. આગામી પહેલી સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થશે. દેશમાં અત્યારે ચાંદીના દાગીના પર હોલમાર્ક સ્વેચ્છિક છે, ફરજિયાત નહીં. પરંતુ આ નિયમ લાગુ થયા પછી હોલમાર્કિંગ ફરજિયાત બનશે.
હોલમાર્કની પ્રક્રિયા સોના જેમ જ હશે. હોલમાર્ક લાગુ થતા ચાંદીમાં પણ શુદ્ધતાના નિયમ અમલી બનશે.
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) એ ચાંદી માટે 6 શુદ્ધતા સ્તર નક્કી કર્યા છે. ચાંદીના પ્યોરિટી સ્ટાન્ડર્ડ 900, 800, 835, 925, 970 અને 990 છે. હવે ચાંદીના દાગીના પર 6 આંકડાનો હોલમાર્ક યુનિટ આઈડી (HUID) આપવામાં આવશે. આ આઈડી થી ચાંદીના દાગીનાની શુદ્ધતા કેટલી છે જે સરળતાથી જાણી શકાશે. ચાંદીના દાગીના અસલી છે કે નકલી તે પણ જાણી શકાશે.

હોલમાર્કિંગ એટલે મેટલની શુદ્ધતાની ગેરેંટી. આ એક શુદ્ધતા ચકાસણીની પ્રક્રિયા છે, જેમા સોના ચાંદી જેવી કિંમતી ધાતુની શુદ્ધતાની તપાસ કરી તેને પ્રમાણિત કરવામાં આવે છે. BIS હોલમાર્કિંગની પ્રક્રિયા અને માપદંડ નક્કી કરે છે. હોલમાર્કિંગ થી ગ્રાહક એટલી શુદ્ધતાની સોના ચાંદીની ચીજ મળશે, જેની માટે તેણે પૈસા ચૂકવ્યા છે.
ગ્રાહકને શું ફાયદો થશે?
નવા નિયમ લાગુ થવાથી ગ્રાહકો છેતરપીંડિથી બચી શકશે. ઘણી વખત હોલમાર્ક વગરના દાગીનામાં અન્ય ધાતુની ભેળસેળની શક્યતા રહે છે. પરંતુ હવે હોલમાર્ક વાળી ચાદીમાં આનું જોખમ રહેશે. સોથી ખાસ વાત કે, ગ્રાહક BIS Care App પર જઇ વેરફાઇ HUID ફીચર્સથી તરત જ તપાસી શકશે કે દાગીના પર છપાયેલો હોલમાર્ક અસલી છે કે નકલી.
આ પણ વાંચો : આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : દ.ગુજરાત તેમજ અમરેલી, જૂનાગઢ,ગીરસોમનાથમાં મેઘરાજા ભુક્કા કાઢશે
રાજકોટનાં એક સોની વેપારીએ એવો દાવો કાર્યોં છે કે, નવા નિયમ લાગુ થવાથી ગ્રાહકો છેતરપીંડિથી બચી શકશે. ઘણી વખત હોલમાર્ક વગરના દાગીનામાં અન્ય ધાતુની ભેળસેળની શક્યતા રહે છે. પરંતુ હવે હોલમાર્ક વાળી ચાદીમાં આનું જોખમ રહેશે. સોથી ખાસ વાત કે, ગ્રાહક BIS Care App પર જઇ વેરફાઇ HUID ફીચર્સથી તરત જ તપાસી શકશે કે દાગીના પર છપાયેલો હોલમાર્ક અસલી છે કે નકલી.
સરકારે 2021થી સોના માટે હોલમાર્ક ફરજિયાત બનાવ્યું છે. ભારતમાં સોનાની લગડી, સિક્કા અને દાગીના સહિત સોનાની તમામ ચીજો માટે હોમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. તેનાથી બુલિયન માર્કેટમાં પારદર્શિતા આવે છે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ વધ્યો છે.
7 કેરેટનાં સોનામાં પણ હોલમાર્કિંગ આવશે : વજનનું પ્રમાણપત્ર અને દાગીનાનો ફોટો રાખવો ફરજિયાત બનશે
BIS ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ચિત્રા ગુપ્તાએ કહ્યું હતું કે, ચાંદીના હોલમાર્કિંગ પર કામ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત 9-કેરેટ સોનાના દાગીના માટે ફરજિયાત હોલમાર્કિંગ પછી, 7-કેરેટ સોના માટે હોલમાર્કિંગનો સમાવેશ આગળ જતાં લાગુ કરવામાં આવી શકે છે. વધુમાં, બધા હોલમાર્કવાળા સોનાના દાગીનામાં હવે વસ્તુનું વજન અને પ્રમાણપત્ર રેકોર્ડના ભાગ રૂપે તેની ફોટોગ્રાફિક છબી બંને હોવી જરૂરી રહેશે. આ પગલાંનો હેતુ ટ્રેસેબિલિટી સુધારવા અને ગુણવત્તા પરના વિવાદોને ઘટાડવાનો છે.
BIS દ્વારા 1 ઓગસ્ટ, 2025 થી સ્વૈચ્છિક ધોરણે ચાંદીનું HUID-આધારિત હોલમાર્કિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તે ફરજિયાત થવા જઈ રહ્યું છે. ચાંદીની વસ્તુઓ માટે જૂની સિસ્ટમ (ચાર ગુણ) મુજબ માર્કિંગ 31 ઓગસ્ટ, 2025 સુધી માન્ય રહેશે.
