રાજકોટમાં સાળીની દુકાનમાં તોડફોડ કરી એડવોકેટે પોલીસ સ્ટેશન માથે લીધું : PSI સમજાવવા જતાં કાઠલો પકડી ધમકી આપી
રાજકોટ શહેરમાં પત્ની રિસામણે જતાં વિફેરીને એડવોકેટે માયાણી ચોકમાં આવેલી સાળીની ગોલીવાલા નામની સોડાની દુકાને જઈ શારીરિક છેડછાડ કરી તોડફોડ કરી હતી. મામલો પોલીસે મથકે પહોંચતા એડવોકેટે અહીં પણ એડવોકેટ લાજવાને બદલે ગાજ્યો અને દેકારો કરી ફરી સાળી સાથે ઝઘડો કર્યો હતો. પીએસઆઈ દ્વારા સમજાવતા તેમનો કાઠલો પકડી લઈ ઝપાઝપી કરી કોર્ટમાં જોઈ લેવાની ધમકી આપતાં પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
શીતલ પાર્ક નજીક શહીદ સુખદેવસિંહ ટાઉનશિપમાં રહેતી ખુશ્બુ અરવિદભાઈ ફુમકિયાએ તેના જીજાજી હિતેશ ધીરજલાલ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાયો હતો હિતેશ સાથે 2007માં થયા હતા પાંચ મહિના અગાઉ બંને વચ્ચે પણ બનાવ બનતા બહેન બંને બાળકો સાથે રિસામણે આવી ગયા હતા. ત્યાર બાદ હિતેશે બળજબરી પૂર્વેક બંને બાળકોને પોતાની સાથે લઈ ગયો હતી.
આ પણ વાંચો : સ્કૂલમાં વિધાર્થીની સાથે થયેલી બોલાચાલી યુવકના ઘર સુધી પહોંચી : રાજકોટના બેડી ગામે 6 શખસોએ પિતા-પુત્રને માર માર્યો
શનિવારે ખુશ્બુ માયાણી ચોકમાં આવેલી ગોલીવાલા નામની સોડાની દુકાને હતી ત્યારે હિતેશ રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં આવ્યો હતો અને “મારી ઘરવાળી ભાવિકા કયા છે ? હું તેને લેવા માટે આવ્યો છું” તેમ કહેતા ખુશ્બુએ હિતેશને કહેલ કે મને ખબર નથી જેથી હિતેશ ઉશ્કેરાયો હતો અને “તારું અપરણ કરી લઈ જાય તારી સાથે મજા કરવી છે” તેવી ધમકી આપી શારીરિક છેડછાડ કરી દુકાનમાં રહેલી સોડા બોટલના ઘા કરીને તોડફોડ કરી હતી. આ ઘટનામાં ખુશ્બુને સોડા બોટલનો ઘા પગમાં લાગતા તેને ઈજા પહોંચી હતી. જેથી સારવાર બાદ તે ફરિયાદ નોંધાવવા માલવિયાનગર પોલીસ મથકે પહોચી હતી. ખુશ્બુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગઈ હોવાની જાણ થતાં જ હિતેશ તેની બહેન શીતલ રાકેશભાઈ પારેખ સાથે અહીં પહોચ્યો હતા. અને ફરી પોલીસ મથકમાં બંનેએ જોર જોરથી ગાળો બોલી ખુશ્બુ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
દરમિયાન પોલીસ મથકમાં પેહલા માળે બેઠેલા પીએસઆઈ ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ અજય વિકમાં સહિતના સ્ટાફને ઝઘડાનો અવાજ સંભળાતા તેઓ નીચે આવ્યા હતા. પીએસઆઈએ હિતેશને ઝઘડો ન કરવો સમજાવતા “હું વકીલ છું મને કાયદો નુ શીખડાવો” તેમ કહીને ફરી ઝઘડો શરૂ કર્યો હતો જેથી પોલીસે બળપ્રયોગ કરીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતા હિતેશે પીએસઆઈનો કાંઠલો પકડી ઝપાઝપી કરી તમને હું કોર્ટમાં જોઈ લઈશે તેવી ધમકી આપી હતી. ત્યારે તેની સાથે આવેલી શીતલે પણ “મારો ભાઈ વકીલ છે તેને મૂકી દો તેમ કહી” પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજય વિક્રમાએ ફરિયાદી બની આરોપી હિતેશ મકવાણા વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરી હતી.
