અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડનું મુન્દ્રામાં રોકાણ કરશે: મેનેજીંગ ડાયરેકટર કરણ અદાણીની જાહેરાત
વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવેલા અદાણી ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર કરણ અદાણીએ કચ્છનાં મુન્દ્રામાં આવનારા પાંચ વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. કરણ અદાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપમાં ભારત આગળ વધી રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, આજે કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યુ છે.
મુન્દ્રા સોલાર ઉર્જાનું હબ છે અને અદાણી ગ્રુપ દ્વારા તેનો વિકાસ થઇ રહ્યો છે. મુન્દ્રા અમારી કર્મ ભૂમિ છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથો મોટો એનર્જી પાર્ક મુન્દ્રામાં બનાવી રહ્યું છે. આ એનર્જી પાર્કમાં 37 ગીગા બાઈટ વીજળી પેદા કરવાની ક્ષમતા હશે. અમે 1.5 લાખ કરોડ આવતા 5 વર્ષ માટે કચ્છ મુન્દ્રામાં ઈન્વેસ્ટ કરીશું. વિકસિત ભારત 2047માં અદાણી ગ્રુપ સરકારની સાથે છે.
જ્યોતિ CNC 10,000 કરોડનું રોકાણ કરશે: પરાક્રમસિંહ જાડેજા
રાજકોટની પ્રતિષ્ઠિત કંપની જ્યોતિ CNCના ફાઉન્ડર પરાક્રમિંસહ જાડેજાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત થકી ઇન્ડિયાના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત સાબિત થયું છે. આજની ઇવેન્ટ માત્ર કોન્ફરન્સ નથી, આ વિકસિત ભારત 2047નું સપનું સાકર કરવા માટે ઇવેન્ટ છે. અમારું મિશન ક્લિયર છે. મેન્યુફેક્ચર માત્ર બિઝનેશ નથી અમારી જવાબદારી છે. આજની તારીખમાં ગ્લોબલ એન્વાર્યમેન્ટમાં ઇન્ડિયા સ્ટેબલ અને સ્થિર સ્થિતિમાં છે.
આ પણ વાંચો :મેં કહેલું હતું કે રાજકોટ-જામનગર-મોરબીનો ત્રિકોણ મિનિ જાપાન બનશે જે સાકાર થયું: PM મોદી, 7 જિલ્લામાં 13 નવી GIDC બનાવવાની જાહેરાત
આવતા 5 વર્ષમાં 10,000 કરોડનું રોકાણ જ્યોતિ CNC કરશે. એરો સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પુરી પાડવા માટે જ્યોતિ CNC તત્પર છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણી પણ જવાબદારી છે. બધા સાથે મળીને આ મુહિમ આગળ વધારીશું. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યોતિ સીએનસીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રોડક્ટના મોડેલ નિહાળ્યા હતા.
