અમેરિકામાં મહિલા જજ પર આરોપીનો હુમલો
અમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો હતો. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજે આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો અને ટેબલથી કુદીને અચાનક જજ પર હુમલો કરી દીધો. જો કે ત્યાં હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
મહિલા જજ ચુકાદો આપી રહ્યા હતા આ દરમિયાન તેની પ્રતિક્રિયા અચાનક બદલાઈ ગઈ હતી તે સામેથી આવી રહેલા આ આરોપીને જોઈ રહ્યા હતા મહિલા જજ કઈ કરે તે પહેલા જ આરોપી કુદીને તેની પાસે પહોંચી ગયો હતો અને હુમલો કરી દીધો હતો. તે મહિલા જજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આરોપી મહિલા જજને મારવા લાગે છે. જો કે આસપાર હજાર લોકો પરિસ્થિતિ સંભાળી લે છે. આ ઘટના બાદ તરત જ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.