અયોધ્યા જઈ રહેલા ગુજરાતના તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત : 51 ઘાયલ, 5ની હાલત ગંભીર
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના યુપીના શાહજાહા પૂરમાં બની છે જ્યાં સારથી ટ્રાવેલ્સની બસ અમદાવાદ, ગુજરાતથી યાત્રાળુઓને લઈને હરિદ્વાર પહોંચી હતી. બસ ગુરુવારે સાંજે હરિદ્વારથી અયોધ્યા જવા રવાના થઈ હતી. શાહજહાંપુરમાં કટરા સ્થિત ખુસરો કોલેજ પાસે બસ આગળ જઈ રહેલી ટ્રૉલી સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 50 જેટલા શ્રધ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ છે. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શાહજહાંપુરમાં 56 શ્રદ્ધાળુને લઈ જતી બસ રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 51 મુસાફર ઘાયલ થયા છે. તમામની સારવાર ચાલી રહી છે. બસ અમદાવાદથી અયોધ્યા શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા લઈ જઈ રહી હતી. ત્યારે કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર ફીલનગર ગામ પાસે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તપાસ બાદ તબીબે 5ને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો આવી પહોંચ્યા હતા. બસમા સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રે્ટ જીતસિંહ રાય ઉપરાંત પોલીસ અધિકારી અમિત ચૌરસિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં 40થી વધુ શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. જેમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જામા મળ્યું છે.