ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પણ ખાનગી ટ્રાવેલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે ધોરાજી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર 40 જેટલા મુસાફરો પૈકીનાં 10મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ટેન્કર પલટી મારી જતા રસ્તા પર તેલ વેર વિખેર થયું હતું ત્યારે વેર વિખેર થયેલા તેમજ રસ્તા પર નીકળતા તેલના જથ્થાને લેવા માટે શ્રમિકો પાત્રો લઈને પહોંચ્યા હતા.

આ પણ વાંચો : જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર બપોરના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટથી પોરબંદર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને તેલના ટેન્કર વચ્ચે ધડાકાભેર અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતની આ ઘટનામાં ખાનગી બસમાં સવાર ચાલીસ જેટલા મુસાફરો પૈકીના 10 મુસાફરોને ઈજાઓ પહોંચતા તેમને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર સાથે ખસેડાયા હતા તેમાં 10માંથી પાંચ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં તેલ ભરેલું ટેન્કર હાઇવે પર પલટી મારી ગયો હતો જેમાં ટેન્કર પલટી મારી જતા રસ્તા પર તેલ વેરવિખેર થયું હતું.