આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં : ભાજપ, કોંગ્રેસ માટે વોર્નિંગ બેલ ! પ્રજાને હાલ બે વિપક્ષ મળ્યા જેવો તાલ
સૌરાષ્ટ્રના વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં આપમાં નવો સંચાર પુરાયો છે. આપ એક્ટિવ મોડમાં આવી છે. સાથે શાસક ભાજપ અને અત્યારે એક માત્ર વિપક્ષ ગણાતા કોંગ્રેસ બન્નને માટે જાગતે રહો કે વોર્નિંગ બેલ વાગ્યા જેવું છે. કોંગ્રેસમાં હજુ પ્રદેશ પ્રમુખ મુદ્દે કમઠાણ ચાલી રહ્યું છે. એવા સમયે આપ હવે પ્રજા માટેનો બીજો વિકલ્પ, વિપક્ષ બનવા તરફ જઈ રહી છે. આવા તબક્કે શાસક પક્ષ ભાજપ માટે હવે વોટ બેન્ક અકબંધ રાખવા માટેનો ટાસ્ક બની રહેશે.

ગુજરાતમાં ભાજપ તરફ મતદારોનો વિશ્વાસ છેલ્લા ત્રણ દાયકાથી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક સાથે ઘસાતી ગઈ. સામે ગુજરાતમાં નવી પાટી આપને ચાર બેઠકો મળી હતી. શાસક ભાજપે બન્ને પક્ષના ધારાસભ્યો તોડયા ત્રણ વર્ષ સુધી ભાજપનો જ દબદબો રહ્યો અને છે પણ ખરો પરંતુ તાજેતરમાં જ વિસાવદરના પરિણામે આમ આદમી પાર્ટીમાં નવો સંચાર પૂર્યો છે. ઈટાલિયા ધારાસભ્ય બનતા હવે આપને આગામી 2027ની ધારાસભાની ચૂંટણીઓ દેખાઈ રહી છે. ચાર દિવસ પહેલાં કેજરીવાલે પણ કોઈ સાથે ગઠબંધન નહીં હવે આપ એકલા હાથે લડશેની જાહેરાત કરી સ્પષ્ટ સંકેત પણ આપ્યો કે આપ 2027માં કોંગ્રેસના હાથને સાથ નહીં આપે. જો આવું થશે તો કોંગ્રેસ માટે પણ એકલા હાથે ભાજપ અને આપ બન્ને સામે લડવું પડશે.
આ પણ વાંચો : રાજકોટની મવડી એનિમલ હોસ્ટેલમાં ગાયના મોતનું ‘તાંડવ’ શરૂ: મનપા સગવડના નામે કશું જ આપતી ન હોવાનો માલધારીઓનો આક્ષેપ

કોંગ્રેસ માટે વર્તમાન સ્થિતિ આમેય ડામાડોળ જેવી થઈ પડી છે. હજુ પ્રદેશ પ્રમુખના નેઠા નથી. બીજી તરફ આપ એક્ટિવ મોડમાં આવી ગઈ છે, ગત વિધાનસભામાં ઘણીખરી એવી સીટો હતી કે થોડા મતોએ જ ભાજપ કે કોંગ્રેસનો વિજય થયો હતો. આપ જો લડશે તો આવા ઓછા મતોની બેઠકો પર બન્ને પક્ષનો ખેલ બગાડે તો ના નહીં. ગુજરાતની જનતાએ 2017 બાદ કોંગ્રેસ તરફથી વધુ મોં ફેરવી લીધું હોય તેમ વિપક્ષમાં પણ ન બેસી શકે તેવી માત્ર 17 બેઠક સિમિત રહી હતી. જો કોંગ્રેસ તરફી મતદારો આપ તરફ ઢળશે અથવા પાંચ વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં ક્યાંય મતદારો નારાજ થયા હશે તો એ ફાયદો આપ લઈ જશે.

આવું ન બને એ માટે કોંગ્રેસે તો હવે દિવસ-રાત દોડવું જ પડશે સાથે ભાજપે પણ જાગતે રહોની જેમ વર્તમાન વોટ બેન્ક કેમ જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ રહેવું પડશે. શાસકપક્ષ છે એટલે પ્રજાને શાસકો પાસે વિકાસ કામો કે આવી અપેક્ષાઓ વધુ હોય છે જેથી હવે ભાજપે રોડ-રસ્તાથી લઈ આવા સામાન્ય કામો, પ્રશ્નો બાબતે કોર્પોરેટરોથી લઈ ઉચ્ચસ્તરીય પદાધિકારીઓએ જાગૃત રહેવું પડશે. કોંગ્રેસે જો વિપક્ષ તરીકે પણ ટકી રહેવું હશે તો માત્ર કાગાડોળ કે કાગળો પર વિરોધ હવે કોંગ્રેસને પણ નહીં સાલે, આવેદનપત્ર આપ્યા, ફોટા પડચયા-પડાવ્યા, બસ કામ, વિરોધ પુરો એવું અત્યાર સુધી ચાલતું એ હવે કોંગ્રેસ બાજુ પર મુકીને લોકપ્રશ્નો બાબતે ગ્રાઉન્ડ વર્ક કરવું પડશે.
પ્રજાને તો અત્યારે બે વિપક્ષ મળ્યા જેવો તાલ, ‘જો જીતા વો સિકંદર’ રાજકોટમાં ભાજપને કશો જ ફેર ન પડેઃ શહેર પ્રમુખ ડો. માધવ દવે

રાજકોટ મહાપાલિકાની આ વર્ષના અંતે ચૂંટણી છે જેમાં આ વખતે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર ઝંપલાવશે. ગત વખતે 18 ટકા મત મળ્યા, આ વખતે 38 ટકા મલશેના આપે કરેલા હુંકાર બાબતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવેએ જણાવ્યું હતું કે ભાજપને કશો જ ફેર ન પડે, ભાજપનું દેશથી લઈ ગ્રામ પંચાયત સુધી સુશાસન છે. ભાજપ પોતાના કાર્યો, સંગઠન અને દેવદુર્લભ કાર્યકર્તાઓથી ઉજળો છે. લોકોને સુશાસનથી સુખાકારી છે. ભાજપને કોઈ અસર ન થાય.
વિસાવદર જીતવાથી કંઇ બધું સર નથી થઇ શકતું. કોંગ્રેસ પ્રમુખ ડો.જાડેજા

રાજકોટમાં આપ લડે તો કોંગ્રેસને કેટલું નુકસાન કે અસર તે બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાનું કહેવું છે કે વિસાવદર જીતવાથી ગુજરાત સર નથી થઈ શકતું. ગત ટર્મમાં 2020માં રાજકોટ મહાપાલિકામાં આપ લડ્યા બાદ જે મતદારોએ મત આપ્યા તેમનો પણ દ્રોહ કર્યો, પ્રજાલક્ષી ક્યાંય વિરોધ કર્યો નથી, સામે શહેરના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સતત પાંચ વર્ષ રજૂઆતો, દેખાવો સાથે વિપક્ષી તરીકે લડતી રહી છે. જનતા આપને સારી રીતે જાણે છે. જીત પછી જાગ્યા છે, અત્યાર સુધી ક્યાં હતા ? ટોલ મુદ્દે પણ કોંગ્રેસ મંગળવારે વિરોધ પ્રદર્શન કરનાર છે.
કોંગ્રેસ માટે વર્તમાન સ્થિતિ આમેય ડામાડોળ જેવી થઈ પડી છે. હજુ પ્રદેશ પ્રમુખના નેઠા નથી. બીજી તરફ આપ એક્ટિવ મોડમાં આવી ગઈ છે, ગત વિધાનસભામાં ઘણીખરી એવી સીટો હતી કે થોડા મતોએ જ ભાજપ કે કોંગ્રેસનો વિજય થયો ુઆ