રાજકોટમાં ખાનગી કોલેજમાં પોર્ન લાઇવ નીહાળતા પ્રોફેસરનો જ વીડિયો ઉતરી ગયો !
મોબાઇલ ફોન કયારેક કેવી મૂસીબતમાં મૂકી દે તેનો પરચો રાજકોટની એક ખાનગી કોલેજ કે યુનિવર્સિટીના પ્રોફેસરને મળી ગયો. પ્રોફેસર પોતે તેની કોઈ પરિચિત મહિલાની કામૂકતા લાઇવ નિહાળતા હતા અને તેમનું જ કોઇએ સ્ટીંગ કરી નાખ્યાની શર્મનાક ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
અંતર્ગત સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ એક માર્ગ પરથી બહુ મંજીલા બિલ્ડીંગ વાળી અને સમયાંતરે ચર્ચા કે વિવદમાં રહેતી એક ખાનગી કોલેજની બિલ્ડીંગ પરનાં એક ફલોર પર વેન્ટીલેશન વિન્ડો પાસે જ એક મહાસય (કહેવાય છેકે એ જ કોલેજના એક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર) પોતાના મોબાઇલ ફોનમાં વીડિયો કોલ કરી ને એક મહિલા સાથે કામુકતા નીહાળવામાં મગ્ન હતા.
સામે છેડે લાઇવમાં રહેલી મહિલા પોતાના બદન પરથી એક પછી એક આવરણ (કપડા) હટાવતી જતી હતી અને એ પ્રોફેસર પણ આ કામુક દ્રશ્યોમાં બંને આંખો અને ચિત મોબાઇલમાં જ પરોવીને મસ્ત બની ગયા હતા. મહિલાના પોર્ન દ્રશ્યો અને અંગોની અવનવી અંગળાઇઓ નીહાળી રહેલા એ પ્રોફેસરને ખ્યાલ ન્હોતો કે તેનું શુટીંગ પણ બિલ્ડીંગના અન્ય ફલોરની લોબી-બાલ્કનીમાંથી કોઈ લઈ રહ્યુ છે.
કદતચ કોલેજના જ સ્ટુડન્ટ દ્વારા તેના મોબાઇલ ફોનને જુમ કરીને પ્રોફેસરનું સ્ટીંગ કરી લેવાયુ હતું. આ વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રોફેસર દ્રશ્યો નીહાળી રહ્યા છે અને ઉપર વિદ્યાર્થીઓ પણ ગુપચુપ કરી રહ્યા ના અવાજ સંભળાય છે. ઉંટ મરે તો પણ જેવી કોલેજના આ પ્રોફેસર છે કે કેમ વાયરલ વીડિયો, દ્રશ્યો ત્યાના છે કે કેમ ? તે બાબતે વોઇસ ઓફ ડે પુષ્ટી કરતું નથી. એવુ પણ મળી રહ્યું છે કે વાયરલ વીડિયોથી એ મહાસયને કોલેજમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ છે.