Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો

Mon, March 30 2026

રાજકોટ શહેરમાં ઉત્પાત મચાવતી અસામાજિક ઈસમો, ગાંઠિયા દાદાઓની ગેંગોના સફાયા-સુધશરણા અભિયાનરૂપ ગુજસીટોકના શસ્ત્ર હેઠળ થતી કાર્યવાહીમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વર્ષોથી ઉત્પાત મચાવતી કૂખ્યાત ઈભલા ગેંગના ગળામાં ગુજસીટોકનો ગાળિયો નાખ્યો છે સાથે સાથે ચોક્કસ દિશામાં કરારા જવાબ પણ અપાયો છે કે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કોઈ શેહશરમ નહીં રાખે, આકરાં ડોઝ તો આપતી જ રહેશે. ઈભલા ગેંગ ઉપરાંત વધુ ત્રણ ગેંગ પણ ગુજસીટોકના રડારમાં છે.

રાજકોટ શહેરના જૂના મોરબી રોડ શાળા નં.77 નજીક ખાટકીવાસમાં રહેતા ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો કરીમભાઈ કાથરોટિયા દ્વારા ગેંગ બનાવીને આર્થિક લાભ મેળવવા કે ઉત્પાત મચાવવા માટે સંગઠિત ગુનાખોરી આચરવામાં આવતી હતી. ઈભલો પકડાય, જેલમાં જાય, છૂટે અને ફરી સાગરીતો સાથે મળીને ગુના આચરતો રહેતો. પાસામાં પુરાવા છતાં કડકાઈ જાણે બેઅસર જેવી રહેતી હોય તેમ ગુનાની હારમાળા કરતો રહેતો હતો. શહેરમાં ગુનેગારોની કમર તોડી નાખવા માટે ક્રાઈમ બ્રાન્ચે પેંડા ગેંગથી અજમાવેલા ગુજસીટોકના શસ્ત્રનો રામબાણ ઈલાજનો આરંભ કર્યો છે.

આ પણ વાંચો: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી

કૂખ્યાત ઈભલાને પણ કાયદાનો પાઠ ભણાવવા માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી. બસીયા, પીઆઈ એમ.આર. ગોંડલિયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ સી.બી. જાડેજા તથા ક્રાઈમ બ્રાન્ચ ટીમે ઈભલા અને તેની ગેંગના ગુનાખોરીના ઈતિહાસના ચિઠ્ઠા એકત્રિત કર્યા હતા. ઈભલો તેના ભાઈઓ તેમજ સાગ્રીતો સાથે મળી ગુનાઓ આચરતો, ઈભલો તેના ત્રણ ભાઈઓ સહિત સાત શખસોની ગેંગે 89 ગુનાઓ આચર્યા હોવાના પુરાવાઓ સાથે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાવી ઈભલાના ત્રણ ભાઈઓ સલીમ ઉર્ફે સલીયો કરીમભાઈ કાથરોટિયા, મહેબુબ ઉર્ફે મેબલો અને અશરફ (રહે.બધા મોરબી રોડ સ્કૂલ નં.77 સામે, ખાટકીવાસ) તેમજ ગેંગના સાગરીત જૂના રેલનગરમાં ભગીની ટાઉનશિપની બાજુમાં બ્લોક નં.1/Tમાં રહેતા લખન વિક્રમભાઈ કમેજડિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈભલો અને તેનો અન્ય એક ભાઈ જાવિદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટિયા (રહે.છત્રપતિ શિવાજીનગર ટાઉનશિપ બ્લોક નં.102, રેલનગર) બન્ને બૈકી ઈભલો રાજકોટ જેલમાં તેમજ જાવિદ મોરબી જેલમાં હોવાથી બન્નેના આ ગુનામાં કબજો મેળવીને ધરપકડ કરવામાં આવશે.

ગેંગ દ્વારા હત્યાના પ્રયાસ, લૂંટ, અપહરણ, છેડતી જેવા નોંધાયેલા જ માત્ર 89 ગુનાઓ

રાજકોટ શહેરમાં ઈભલા ગેંગથી કૂખ્યાત ઈસમો દ્વારા હત્યાના પ્રયાસના 4, લૂંટ બળજબરી, અપહરણના 5, ગેરકાયદે મંડળી રચીને ધમાલ મચાવવીના 11 ગુના, છેડતીનો 1 તેમજ 29 ગુનાઓ મારામારીના તો જ્ઞાતિપ્રત્યે હડધૂત કરવાના એટ્રોસિટી એક્ટ હેઠળ 5 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ફરજમાં રૂકાવટ કરવા અને દારૂ, જુગાર, આર્મ્સ એક્ટ (ગેરકાયદે ) રિવોલ્વર કે આવા હથિયારના મળી 34 ગુનાઓ સાથે અત્યાર સુધીમાં 89 ગુનાઓ નોંધાયેલા છે. જો નહીં નોંધાયેલા કે અરજીઓ પર કાર્યવાહી થઈ હોય કે અટકાયતી પગલાંઓ લઈને પુરૂ કરાયું હોય એવા બનાવો પણ અઢળક હશે તેવું જાણકારોનું માનવું છે.

ઇભલો અને તેના ચાર ભાઇઓની મિલકતો ટાંચમાં લેવાની થશે કાર્યવાહી

મોરબી રોડના કૂખ્યાત ઈસમ ઈભલાએ તેના અન્ય ચાર ભાઈઓ સલીમ ઉર્ફે સલીયો, મહેબુબ ઉર્ફે મેબલો, અશરફ તથા જાવેદ ઉર્ફે જાવલોએ મળીને ગુનાખોરીનું સામ્રાજ્ય કે વિસ્તારમાં ભય ફેલાવી દીધો હતો. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા હવે પાંચેય ભાઈઓએ ગુનાઓ આચરીને ગેરકાયદે મિલકતો વસાવી હશે તો તેની મિલકતો અંગે પોલીસ દ્વારા જરૂરી પુરાવાઓ એકત્રિત કરાશે અને આવી મિલકતો ટાંચમાં લેવા માટેની કાર્યવાહી થશે. ગુજસીટોક હેઠળના ગુનામાં એસીપી બી.જે. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.


ગુનેગારોને સાફ કરવાની ઝૂંબેશ કડક વર્તન સાથે આક્રમક રીતે ચલાવાશે: DCP બાંગરવા

રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો સામે ચલાવાઈ રહેલી કડકાઈભરી કાર્યવાહી સંદર્ભે વધુ એક ઈભલા ગેંગ સામે ગુજસીટોક થતાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા સી.પી. બ્રજેશકુમાર ઝા, એડી. સી.પી. ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર, ભયનો માહોલ ફેલાવનારાઓ સામે ગુનેગારોને સાફ કરવાની આ ઝૂંબેશ આવનારા સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે. નિર્દોષ જનતા સાથે જે રીતે આ ગુનેગારો વર્તન કરતા હોય છે આવું કડક વર્તન અમે ગુનેગારો સાથે કરવા કટિબધ્ધ છીએ. તેમણે હજુ ત્રણ ગેંગ વિરૂધ્ધ કાર્યવાહીનો ઈશારો કર્યો છે. હવે આવા અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ હશે કે ત્રણ ગેંગમાં કોણ ? આપણો નંબર નહીં હોય ને ?

Share Article

Other Articles

Previous

રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ

Next

લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 
54 સેકન્ડ પહેલા
સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી
14 મિનિટutes પહેલા
PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
28 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાની આફત યથાવત: 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3031 Posts

Related Posts

સોની બજારમાં સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ 11 વિરુદ્ધ ગુના દાખલ.
રાજકોટ
3 વર્ષ પહેલા
અંબાલાલની મોટી આગાહી: નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, ભારત-પાકની મેચ ધોવાશે.!
ગુજરાત
3 વર્ષ પહેલા
પહેલી નોકરી મળતા જ સીધા ખાતામાં આવશે 15 હજાર રૂપિયા , જાણો કેવી રીતે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતીય છાત્રો માટે કેનેડા જવાનું વધુ મુશ્કેલ બનશે, વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર