બે લાખની રિવોલ્વર પર 80 હજાર ટેક્સ લાગશે : પહેલા નોરતાથી 28 ટકાને બદલે 40 ટકા GST ચૂકવવો પડશે
કેન્દ્ર સરકારે GSTમાં સુધારા જાહેર કરીને જીવન જરૂરી ચીજવસ્તુના દરમાં ઘટાડ કરવાની જાહેરાત કરી છે અને તેનો અમલ 22 સપ્ટેમ્બરથી થવાનો છે ત્યારે કેટલીક વસ્તુ એવી છે જેના દરમાં વધારો ક છે. ખાસ કરીને કમરે રિવોલ્વર લટકાવી-ફરતા લોકોને વધુ રૂપિયા ચુકવવા પડી શકે છે. સરકારે રિવોલ્વર અને પિસ્તોલ ઉપરન GST દર 28 ટકાથી વધારીને 40 ટકા કરી નાખ્યો છે અને તેને લીધે લાયસન્સ ધરાવનારાઓને આ હથિયાર ખરીદવું મોંઘુ પડશે. ગુજરાતમાં અત્યારે 5200 લોકો પાસે હથિયારના લાયસન્સ છે.
જાણકાર લોકોને એવી ભીતિ છે હથિયારના ભાવમાં તીવ્ર વધારો થશે. અત્યા= સુધી બે લાખ રૂપિયાની આસપાસ મળર્ત રિવોલ્વર ઉપર 28 ટકા એટલે કે 56 હજાર ટેક્સ આપવો પડતો હતો અને તેની કુલ કિંમ 2.56 લાખ થઈ જતી હતી. હવે નવા સ્લેબ અનુસાર, રિવોલ્વર ઉપર 40 ટકા એટલે કે 80 હજાર ટેક્સ લાગશે. જેથી ગ્રાહકો રિવોલ્વરના 2.80 લાખ ચુકવવા પડશે. આમ એક રિવોલ્વર ઉપર 24 હજાર રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે.
રાજ્યમાં હથિયારનું લાયસન્સ રાખવાની એક પ્રકારે ફેશન થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરક્ષણ, પાક સંરક્ષણ અને સ્ટેટ્સ સિમ્બોલ માટે 5200 થી વધુ લાયસન્સ આપવામાં આવ્યા છે અને હજુ ઘણી અરજી પેન્ડીંગ છે. એકલા અમદાવાદમાં દર વર્ષે 150 જેટલી અરજી આવે છે પરંતુ તેમાંથી ત્રણ કે ચાર મંજુર કરવામાં આવે છે. આમ પણ ગુજરાતમાં લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. થોડા સમય પહેલા જ પોલીસે રાજ્યભરમાં નકલી લાયસન્સ ધરાવનારા 180 જેટલા લોકો સામે કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ લાયસન્સ આપવાના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :નેપાળમાં Gen-Z revolution : સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે આંદોલન, સંસદમાં Gen-Z ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત, 80 ઈજાગ્રસ્ત
હથિયારના એક ડીલરે કહ્યું હું કે, હથિયાર ઉપર જી.એસ. ટી. વધારવાથી સ્થિતિ વધુ ખરાબ થશે. ગુજરાતમાં લાયસન્સ ઓછા આપવામાં આવે છે અને તેને લીધે ઉપલબ્ધ ક્વોટા અન્ય ડીલરો વચ્ચે વહેચાઈ જાય છે. ગુજરાતમાં કોઈ ઓર્ડીનન્સ ફેક્ટરી નથી, જેના કારણે ડીલરોને અન્યત્રથી હથિયારો મેળવવાની ફરજ પડે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની ફેક્ટરીઓમાં હથિયારોનું ઉત્પાદન થાય છે અને ત્યાંથી હથિયાર મગાવવું પડે છે. ભારતમાં વિદેશી હથિયારોની આયાત કરવાની પરવાનગી નથી. લાઇસન્સ ધારકોએ કાં તો ભારતીય ઓર્ડીનન્સ ફેક્ટરીઓમાં બનેલા હથિયારો ખરીદવા પડશે અથવા મોંઘા પૂર્વ-માલિકીના આયાતી હથિયારો ખરીદવા પડશે. ભારતીય ફેક્ટરીઓ મુખ્યત્વે બિન-પ્રતિબંધિત બોર હથિયારોનું ઉત્પાદન કરે છે, જેમાં 22 અને 32 કેલિબર રિવોલ્વર અને 32 બોર પિસ્તોલનો સમાવેશ થાય છે.
