રાજકોટના આનંદ બંગલા ચોક પાસેથી અબોલ જીવની ચોરી કરનાર ગેંગનો એક શખસ ઝડપાયો, 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં થયેલી 8 પશુની ચોરી મામલે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે આનંદ બંગલા ચોક નજીક બ્રિજ પાસેથી આ ગેંગના એક શખસની ધરપકડ કરી રોકડ 50 હજાર અને એક બોલેરો કાર સહિત 5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રજામાં રાજકોટની 3 સ્કૂલો ચાલુ : યુનીફોર્મનાં બદલે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવ્યાં, ABVPનાં કાર્યકરોએ સ્કૂલો કરાવી બંધ
વિગતો અનુસાર, માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.જે. ધાંધલ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજય વીકમાં અને ભાવેશ ગઢવીને મળેલી બાતમીના આધારે આનંદ બગલા ચોક પાસે સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસેથી બોલેરો કારના ચાલક મહેશવિહાભાઈ પરમાર (ઉં.વ. 26, રહે. ગોંડલ, કોટડા ચોકડી બાયપાસ ઝૂંપડપટ્ટી, મૂળ ગામ વાંકાનેર)ને અટક કરી તલાસી લેતા તેની પાસેથી રોકડ 50 હજાર મળી આવેલ હતા.
અલગ અલગ જીલ્લાઓમાંથી ભેંસો(પશુઓ) ચોરી કરતા એક ચોર ઇસમ મહેશ વિહાભાઇ પરમારને કુલ રૂ. ૬,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી માલવીયાનગર પોલીસ.#Rajkot #RajkotCityPolice #Gujarat #Gujaratpolice @CMOGuj @GujaratPolice @sanghaviharsh pic.twitter.com/olNmIy2xcM
— Rajkot City Police (@CP_RajkotCity) July 14, 2025
પોલીસે મહેશની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડયો અને કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તેણે અન્ય ત્રણ સાગરિતોફારૂક ઉર્ફે કાળુ ગેલાભાઈ પરમાર, વનરાજ ઉર્ફે અર્જુન ગેલાભાઈ પરમાર અને રવી રતાભાઈ સીંધવસાથે મળી છેલ્લા 15 દિવસમાં ધ્રાંગધ્રા, હળવદ અને આટકોટ-ગોંડલના વાડી વિસ્તારોમાંથી કુલ 8 ભેંસોની ચોરી કરી હતી અને તેને વેચી નાખી હતી. જેના આધારે પોલીસે પશુ ચોરી કરતી ગેંગના ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.