સુરતમાં આવેલ હરિયાલ GIDCમાં યાર્ન કંપનીમાં ભીષણ આગ
સુરત જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. યાર્ન અને ધાગા બનાવતી એક કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી પ્રમાણે, હરિયાલ GIDCમાં ભીષણ આગ લાગી છે. યાર્ન અને દોરા બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કાચ્ચા દોરામાંથી પાક્કા દોરા બનાવતી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસને પણ આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.