રાજકોટમાં પાર્સલ લેવા બાબતે થયો ઝઘડો, હુમલા બાદ હોટેલિયરનું શંકાસ્પદ મોત? મૃતકના અગ્નિસંસ્કાર પણ થઇ ગયા
રાજકોટ શહેરમાં લાંબા સમયથી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા એક હોટેલિયરનું તેમની જ હોટલ પર ઝઘડો, હુમલાની ઘટના બાદ શંકાસ્પદ મૃત્યુ નિપજ્યાનો બનાવ બન્યો હતો. જો કે જે તે સમયે હુમલો કે આવી કોઈ નોંધ, ફરિયાદ ન થઈ કે કરાઈ ન હતી. યુનિવર્સિટી કે સંબંધિત પોલીસે કંઈ બન્યું હશેની આશંકાએ હુમલામાં જે બે ઈસમના નામ ગાજ્યા હતા તે બન્નેને રડારમાં પણ લીધા હતા પરંતુ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસને પણ મૃત્યુ સંબંધી જાણ કરાઈ ન હતી જેથી અત્યારે તો મોતનો બનાવ કદાચ કાગને ભેસવું અને ડાળને ભાંગવું જેવો બન્યો હોય અને આકસ્મિક કુદરતી મોત થયું હશે. જો કે બનાવે આંતરિક રીતે હોટલ ધંધાર્થીઓ અને નજીકના જાણકાર વર્તુળોમાં ચર્ચા, ચકચાર જગાવી હતી.
અત્યારે તો કુદરતી જ મોત સાથેની આ ઘટનાની ચર્ચાતી વિગતો મુજબ જામનગર રોડ તરફ એક હોટલમાં થોડા દિવસ પહેલાં બે વ્યક્તિ અને સાથે એક યુવતી જમવાનું પાર્સલ લેવા ગયા હતા જ્યાં પાસેલ બાબતે બોલાચાલી થઈ હતી. હોટેલિયર સાથે માથાકૂટ થઈ હતી કે અન્ય કોઈ સાથે અને હોટેલિયર વચ્ચે પડ્યો હોય તેમ હોટલ સંચાલકને ઢીકાપાટુનો માર માર્યો અને કહેવાય છે કે ધોકો પણ ફટકારાયો હતો. જે તે સમયે જ હુમલાખોર ઈસમો નામીચા હોવાથી અને સમાધાન પણ થઈ ગયું હતું. આ બાબતે સંબંધિત પોલીસ મથકમાં નોંધ, જાણ કે ફરિયાદ થઈ ન હતી.
હુમલા બાદ હોટેલિયરની તબિયત લથડી હતી. સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ હોટેલિયરે શ્વાસ છોડયા હતા. મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ પણ મૃતકના પરિવાર કે નજીકના વ્યક્તિઓએ હુમલો થયા બાદ સારવાર અને શંકાસ્પદ મૃત્યુ થયું તેવી ક્યાંય કોઈ નોંધ ન્હોતી કરાવી (કદાચ મૃત્યુ કુદરતી હોય એટલે પણ પોલીસમાં નોંધ ન કરાવી હોય).
મૃતકના અગ્નિસંસ્કાર અંતિમવિધિ થઈ ગઈ. મૃતકના નજીકના જ એબ્રોડ રહેતા હતા તે રાજકોટ પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસને હુમલો કે આવું કાંઈક બન્યાનું અને એક હોટલના સંચાલકનું મૃત્યુ થયાનું ખાનગી રીતે કંઈક જાણવા મળ્યું હશે. જેના નામ ચર્ચાયા હતા તે બે નામીચા ઈસમને પણ પોલીસે પૂછતાછ કે તપાસ માટે રડારમાં રાખ્યા હતા. ફરિયાદ આવે તો નોંધવી પડે અથવા તો હુમલા બાદ જ મૃત્યુ થયું હોય તેવું ખૂલે તો સરકાર પક્ષે ફરિયાદી બનવું પડે.
નજીકના વર્તુળોમાં એવી પણ વાત કે ચર્ચા છે કે હોર્ટેલિયર બીમાર પણ રહેતા હતા. બીમારીના કારણે મૃત્યુ થયું હોઈ શકે અને પી.એમ.માં મૃત્યુ બાબતે ઈજાનું કોઈ કારણ ન આવ્યું હોય જેથી કુદરતી રીતે મોત હશે અને પરિવારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવું પણ બને અને બધું થાળે પડ્યું હશે ? ઓનપેપર ક્યાંય હાલ કોઈ બહાર આવ્યું નથી માટે જો અને તો ચર્ચા જેવું અથવા મોં તેટલી સાચી-ખોટી વાતો જ માનવી પડે. એ તરફના સીસીટીવી હશે કે કેમ? તે ચેક કરાયા હતા કે કેમ? આવી જાણકારોમાં શંકા પ્રવર્તી હશે.