પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવા બદલ અમિત શાહ સામે ગુનો નોંધાયો
ગૃહમંત્રી અમિત શાહ, હૈદરાબાદના ભાજપના ઉમેદવાર કે. માધવી લતા તેમ જ ભાજપના અન્ય નેતાઓ સામે પોલીસે આચાર સહિતા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
1લી મેના રોજ હૈદરાબાદના લાલ દરવાજા થી સુધા ટોકીઝ સુધી યોજાયેલી ગૃહ મંત્રીની રેલીમાં બાળકો પણ જોડાયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. સભાના મંચ ઉપર પણ બાળકો હોવાની અને બાળકોના હાથમાં કમળનું પ્રતીક હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી હતી. ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવો ગેરકાયદે છે.
આ સંજોગોમાં કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચે હૈદરાબાદ પોલીસને આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું. અને તપાસને અંતે ગૃહ મંત્રી સહિતના નેતાઓ સામે મુગલ પરા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ની કલમ 188 હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.