રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી સામે સફાઇ કામદારો માટે બનશે કોમ્યુનિટી હોલ : માનવ અધિકાર પંચના આદેશ બાદ પહેલો હોલ તૈયાર કરાશે
રાજકોટમાં આમ તો મહાપાલિકા હસ્તકના 26 કોમ્યુનિટી હોલ તેમજ આઠથી વધુ ઓડિટોરિયમ આવેલા છે જેમાં કોઈ પણ જ્ઞાતિ-સમાજના લોકો સારા-માઠા પ્રસંગ પૂર્ણ કરવા માટે બુકિંગ કરાવી શકે છે પરંતુ શહેરને ચોખ્ખું રાખવાની જવાબદારી જેમના શિરે છે તેવા સફાઈ કામદારો માટે અલગથી કોમ્યુનિટી હોલ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી.

આ મુદ્દો માનવ અધિકાર પંચ સુધી પહોંચતા પંચ દ્વારા પણ આ દિશામાં ઝડપથી કાર્યવાહી કરવા આદેશ છૂટતાં મહાપાલિકા દ્વારા જામનગર રોડ પર ક્રાઈમ બ્રાન્ચ કચેરીની સામે જ આવેલા પ્લોટમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કોમ્યુનિટી હોલ 7.62 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો :ગુજરાતમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ : 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, પૂર-આફતને પહોંચી વળવા યોજાઇ ઇમર્જન્સી બેઠક
ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર છે. નિર્ધારિત સમયમાં ટેન્ડર ભરવા માટે એકથી વધુ એજન્સી રસ દાખવશે તો તંત્ર દ્વારા દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. દરખાસ્ત મંજૂર થયા બાદ કામ અપાશે જે પછી 18 મહિનાની અંદર કોમ્યુનિટી હોલ તૈયાર કરવાની મહેતલ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાના 2025-26ના બજેટમાં પણ સફાઈ કામદારો માટે અલગથી કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો હવે અમલ શરૂ કરાયો છે.
માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નવરાત્રિમાં ભાડે અપાશે
